Gujarat

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર યાત્રિકોને મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

કલેકટરશ્રીએ પરિક્રમાર્થીઓના અનુભવો જાણીપ્રેરક સંવાદ કર્યો

કલેકટરશ્રીએ યાત્રિકો સાથે સંવાદ સાધી પરિક્રમાના રુટ દરમિયાન સતત એકી સાથે ન ચાલતા સમયાંતરે આરામ કરવા અનુરોધ કર્યો

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર યાત્રિકોને મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પરિકમાર્થીઓ પાસેથી પ્રતિભાવો મેળવી તેમની સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો.

જિલ્લા કલેકટરશ્રીએઝીણાબાવાની મઢી વિસ્તારમાં તંત્ર દ્વારા ઊભી કરાયેલી આરોગ્યપાણી સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફરજ પરના જુદા જુદા વિભાગના અધિકારી-કર્મચારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી.

કલેકટરશ્રીએ આરોગ્ય કર્મીઓ પાસેથી યાત્રિકોને જરૂરી દવાઓના પૂરતા જથ્થાની પણ જાણકારી મેળવી હતી. તેમજ યાત્રિકોને આરોગ્યલક્ષી જરૂરી માર્ગદર્શન પૂરું પાડતું રહેવા માટે પણ સૂચના આપી હતી.

કલેકટરશ્રીએ યાત્રિકો સાથે સંવાદ કરતા તેમના પરિક્રમાના અનુભવો જાણ્યા હતા. સાથે જ તેમણે વન અને વન્યજીવોના રક્ષણ માટે પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત બની રહે તે માટે જરૂરી તકેદારી લેવા જણાવ્યું હતું. ઉપરાંત પરિક્રમાના રુટ દરમિયાન સતત એકી સાથે ન ચાલતા સમયાંતરે આરામ કરવા માટે કહ્યું હતું.

  

જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કેપરિક્રમાના રૂટ પર તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓના નિરીક્ષણ કર્યા બાદ જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. ઉપરાંત પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત બની રહે પરિક્રમાના એન્ટ્રી પોઇન્ટ અને રૂટ પર જરૂરી ચકાસણી કરવામાં આવી રહી છે. જંગલને સ્વચ્છ રાખવામાં યાત્રિકોનો તંત્રને સહકાર મળે તેવો અનુરોધ કરતા કલેક્ટરશ્રીએ કહ્યું કેલોકો પરિક્રમાનો સુખદ અનુભવ સાથે લઈને જાય તેવા તંત્રના પ્રયાસો રહ્યા છે. આ માટે વન વિભાગપોલીસ અને સમગ્ર તંત્ર એક સાથે કામ કરી રહ્યું છે. આ વર્ષે નળ પાણીની ઘોડી ખાતે પણ લાઇટનો પ્રશ્ન હતો તેને હલ કરીલાઈટની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. પાણી માટે ૪૫ જેટલી ટાંકીઓ અને આરોગ્ય સેવા માટે પરિક્રમા રૂટ પર ૧૦ હંગામી દવાખાના ઉભા કરવામાં આવ્યા છે.