Gujarat

સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામે તુલસી વિવાહ યોજાયા

સાવરકુંડલા તાલુકાના ભમોદરા ગામે શ્રી સુખરામબાપુ રામજી મંદિરના ઠાકોરજીના શુભ વિવાહનું આયોજન તારીખ ૧૨-૧૧-૨૪ ના રોજ મોટા ભમોદરાના યજમાન અ. સૌ. લીલીબેન તથા કરશનભાઈ મોહનભાઈ બોઘરાના નિવાસ સ્થાને તુલસી (વૃંદા) સાથે નિર્ધારિત કરવામાં આવેલ આમ ભમોદરા ગામે રૂડા તુલસી વિવાહનો માંગલિક પ્રસંગ યોજાયો. આ પ્રસંગે રૂડા ગીતો, મંડપ મૂહુર્ત, ભોજન સમારંભ તેમજ જાન પ્રસ્થાન જેવા માંગલિક પ્રસંગો યોજાયા. ઉપસ્થિત કન્યા પક્ષની બાલિકાઓએ  હરખથી ઠાકોરજીને વધાવ્યા. અને ગોર મહારાજ દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે તુલસી વિવાહનો પાવન પ્રસંગ સંપન્ન થયો.
જાન પ્રસ્થાન મોટા ભમોદરા સુખરામબાપુની જગ્યાએથી નીકળી મોટા ભમોદરા નિવાસી કરશનભાઈ મોહનભાઈ બોઘરાના નિવાસ સ્થાને બપોરે ૧ કલાકે પહોંચી હતી. આમ તુલસી વિવાહના રૂડા પ્રસંગને ગ્રામજનો દ્વારા હરખેથી ઉજવણી કરવામાં આવી.
બિપીન પાંધી