Gujarat

 પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી અમદવાદ શહેરના છેતરપીંડીના  ગુનાનો ભેદ ઉકેલી ફોરવ્હીલ ગાડી રીકવર કરી આરોપીને ઝડપી પાડતી રંગપુર પોલીસ

ઈમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા  કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ. ડિવીઝન, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા  વાહન ચોરીના તેમજ મીલ્કત સંબંધી ગુના પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખડકવાડા ગામ તરફથી રજુવાંટ ગામ તરફ જતા હતા તે વખતે રજુવાંટ ગામ તરફથી એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ક્રેટા કાર આવતા અમોને શંકા જતા તેને ગાડી ઉભી રાખવા ઇશારો કરતા તેણે ગાડી ઉભી રાખેલી નહી અને ગાડી લઇ ભાગવા જતા તેનો પીછો કરી રોકી પોલીસ સ્ટેશન લાવી સદરી વાહન ચાલકનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ કરમસીંગ સુરેસ્તાભાઇ જમરા(ભીલાલા) ઉ.વ.૩૨ રહે.વાવ ઉજાડીયા ફળીયા તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર(એમ.પી) નાઓનો હોવાનું જણાવેલ હોય પકડાયેલ ઇસમ પાસે ગાડીની માલિકી અંગેના આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે કોઇ આધાર પુરાવો ન હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય અને ગાડીનો કોઇ આધાર પુરાવો રજુ કરેલ નહી જેથી ક્રેટા ગાડીનો ચેસીસ નંબર MALPC813LNM360930 તથા એન્જીન નંબર D4FANM617152 ની  કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/-  ગણી તેને સદરી ગાડીના એન્જીન તથા ચેસીસ નંબરને પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરતા સદર ગાડીનો સાચો રજી નંબર GJ-38-BD-7862 નો હોય જેના માલીક તરીકે શીવરાજસિંહ રાજેંદ્રસિંહ વાઘેલા રહે.અંબીકાનગર સોસાયટી સાણંદ,સોમનથ બસસ્ટેંડ સામે અમદાવાદ-ગુજરાતનો હોવાનું જણાય આવેલ જેથી ક્રેટા ગાડીને પકડાયેલ ઇસમે ચોરી કે કોઇ છળકપટની મેળવેલ હોવાનો પાકો શક વહેમ પડતા સદરી વાહન માલીકના મોબાઇલ નંબર ઉપર કોન્ટેકટ કરતાં તેઓએ સદર ગાડી અંગે સાબરમતી રીવરફ્રંટ ઇસ્ટ અમદાવાદ પોલીસ સ્ટેશનમા ગુ.ર.નં. ૧૧૧૯૧૦૫૦૨૪૦૦૮૧/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૧૬(૨),૩૧૮(૪)મુજબનો ગુનો બનેલ હોય સદર ગુનાના કામે પકડાયેલ ફોરવ્હીલ ગાડીને બી.એન.એસ.એસ. કલમ.૧૦૬ મુજબ કબજે કરી સદર પકડાયેલ ઇસમ વિરૂદ્ધ બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ કાર્યવાહી કરી સાબરમતી રીવરફ્રંટ ઇસ્ટ અમદાવાદ પોલીસ સ્ટેશનમા ગુનાના કામે સોપવા તજવીજ કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર