અનેક એવા વિદ્યાર્થીઓ પોતાના પ્રતિભાઓથી ગામ, પરિવાર અને શાળાનું નામ રોશન કરતા હોય છે. જે અનેક વિદ્યાર્થીઓને પ્રેણાદાઈ તરીકે ઉભરે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડાના ધોરણ 12મા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના પ્રતિભાથી ગામ અને શાળાનું નામ રોશન કર્યું છે.
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજીત જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર કનેલાવ, તા. ગોધરા મુકામે ગુજરાત રાજ્ય કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધાઓ યોજાઈ હતી.
જેમાં શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા તાલુકો દાંતાના ધોરણ.12ના વિદ્યાર્થી દિયોલ જયરાજસિંહ મહેન્દ્રસિંહે ગોળા ફેંકમાં ગુજરાત રાજ્ય કક્ષાએ તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું,ગામનું કેળવણી મંડળનું અને સમાજનું ગૌરવ વધાર્યું છે.

આ વિશેષ સિદ્ધિ માટે શાળાના આચાર્ય ડી.ટી રાઠોડે વિજેતા સ્પર્ધક અને માર્ગદર્શક શિક્ષક પંકજ પટેલ તથા હેમરાજ દેસાઈને કેળવણી મંડળ વતી અને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ વિદ્યાર્થી હવે નેશનલ કક્ષાના દશ દિવસના તાલીમી કેમ્પ માટે સિલેક્ટ થયેલા છે.

