Gujarat

સેલંબામાં વન વિભાગની કચેરી પાસે રસ્તાના ઠેકાણાં નથી, અરજદારો-કર્મચારીને હાલાકી

ચોમાસા દરમિયાન બિસમાર બની ગયેલાં રસ્તાઓના રીપેરિંગ માટે ખુદ મુખ્યમંત્રીએ આદેશ કર્યો હોવા છતાં સાગબારામાં તેના ધજાગરા ઉડી રહયાં હોય તેમ લાગી રહયું છે. સાગબારાની રેંજ ફોરેસ્ટ ઓફિસની કચેરી પાસે જ રસ્તાની ખરાબ હાલત જોવા મળી રહી છે.

સાગબારા ખાતે આવેલ રેન્જ ફોરેસ્ટની ઓફિસ જયાં આવેલ છે ત્યાં સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલત થઈ જવા પામી છે સાગબારાં ખાતે ચાર રસ્તા થઈ ગ્રામ પંચાયત આગળનો રસ્તો તેમજ મસ્જિદ થઈ જંગલ ખાતાની કચેરી ખાતે જવા માટેનો રસ્તો એકદમ ખરાબ હાલતમાં હોવા છતાં રીપેર કરવામાં આવતો નથી. આ રસ્તો સાગબારા ચાર રસ્તાથી ઉપર આવેલ રેસ્ટ હાઉસ જે સરકારી રેસ્ટ હાઉસ છે.

જયાં અવારનવાર બહાર થી મહેમાનોઆવતા હોય છે જે ઉબડખાબડ રસ્તાને કારણે કચેરી ખાતે નોકરીએ આવતા કર્મચારીઓ પરેશાન થઈ જવા પામે છે જેને સ્થાનિક જવાબદાર તંત્ર દ્વારા તેનું સમારકામ કે પછી નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિક જંગલ ખાતાના કર્મચારી તેમજ રેસ્ટ હાઉસ ખાતે આવતા મુલાકાતીઓની માગ ઉઠવા પામી છે.