Gujarat

મતદારયાદી સુધારણા અભિયાન અંતર્ગત મતદારો માટે ખાસ નોંધણી ઝુંબેશ યોજવામાં આવી 

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત ગુજરાત રાજ્યનાં તમામ મતદાન મથકો ઉપર મતદારયાદી સુધીનાં અંતર્ગત તારીખ 17 નવેમ્બર 2024 નાં રોજ મતદાન મથકો ઉપર બ્લોક લેવલ ઓફિસર, સુપરવાઇઝરો દ્વારા  18 વર્ષ પૂરા કરનાર મતદારોની નોંધણી, સ્થળાંતર થયેલ મતદારોની નોંધ તથા મૃત્યુ પામેલ મતદારોનાં નામ કમી કરવા અંગેની ખાસ ઝુંબેશ યોજવામાં  આવી હતી. જે અંતર્ગત મામલતદારશ્રી, કલેકટરશ્રી કચેરી ભરૂચ તથા રાજ્ય સ્તરે  નિમવામાં આવેલ નિરીક્ષકો દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.