National

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત

સોમનાથ ખાતે આયોજિત ૧૧મી ચિંતન શિબિરમાં સહભાગી થવા પધારેલા  મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોને આવકારાયા

ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ અને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓનું ભાવપૂર્ણ સ્વાગત

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ૧૧મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે કેશોદ એરપોર્ટ ખાતે આવતાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સોમનાથ ખાતે આયોજિત ૧૧મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીશ્રીની સાથે સહભાગી થવા પધારેલા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓસચિવાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીની સાથે રાજ્યના પ્રવાસન તથા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાશિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરપંચાયત વિભાગના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીશ્રી મનોજકુમાર દાસમુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ઔલખખાસ ફરજ પરના અધિકારી શ્રી ડી.કે. પારેખરાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારઉચ્ચ અધિકારી સર્વે શ્રી ડો. હસમુખ અઢિયાશ્રી એસ. એસ.રાઠૌરશ્રી આર.જી. ગોહિલશ્રી આર. એસ. નિનામા,  માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણી સહિતના ઉચ્ચ અધિકારીઓનું એરપોર્ટ ખાતે ભાવભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોનું વધાવવા કલાવૃંદ દ્વારા સ્વાગત ગીત અને શાસ્ત્રીય નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેશોદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોને આવકારવા માટે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમકેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલીયાતાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભનુભાઈ ઓડેદરાજૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાજૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાનગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરરેન્જ આઈજી શ્રી નિલેશ જાજડીયાજૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતાગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાઆસિસ્ટન્ટ કલેકટર શ્રી વંદના મીણાઅગ્રણી સર્વશ્રી ચિરાગભાઈ ભોપાળાશ્રી પ્રવીણભાઈ ભાલાળાશ્રી ગૌરાંગ વ્યાસશ્રી દિવ્યેશભાઈ વણપરિયા સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.