Gujarat

ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલા ઇ-બાઇકના શોરૂમના બેઝમેન્ટમાં મોડીરાત્રે આગ, એકનું રેસ્ક્યૂ કરાયું

ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટ માં રાત્રિના સમયે અચાનક લાગેલી વિકરાળ આગ અને કારણે દોડધામ મચી હતી, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સતત બે કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં અચાનક ઈ બાઇકના શોરૂમમાં આગ લાગી હતી, જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, ફાયર વિભાગ એ સતત બે કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, અને એક પરપ્રાંતી યુવાનનું રેસ્ક્યુ પણ કરી બચાવી લેવામાં આવ્યો હતો.

એ બાઈકના શો રૂમમાં લાગેલી આગમાં ફાયર વિભાગે 50,000 ની રોકડ રકમ તથા 45 જેટલા વાહનોને બચાવી લેવામાં આવ્યા હતા, આગ વધુ ફેલાય તે પૂર્વે જ ફાયરે અન્ય 45 વાહનોને બહાર કાઢી બચાવી લીધા હતા જોકે સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ ન હતી આગ લાગવાનું કારણ કે નુકસાની જાણવા મળી ન હતી.