વાંકાનેર એસ.ટી. ડેપોમાં બસની ઝડપથી સફાઈ કરી શકાય તે માટે ઓટોમેટિક મશીન મુકાયું છે. જો કે મશીનને ચલાવવાની જવાબદારી તો કર્મચારીઓની જ રહેશે. આ તકે કુમારિકાના હસ્તે તિલક કરી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ વિભાગના વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે નવિન પધ્ધતિથી બસ સ્વચ્છ રાખવા માટે બસ બહારથી ઝડપથી માત્ર ૧૫ મિનિટમાં બસ ધોવાઈ જાય તે મશીન વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે ફિટ કરવામાં આવ્યું છે.
એટીએસ મશીનના મેનેજર સંજયભાઈ અને તેમની ટીમ દ્વારા શુભ ચોઘડિયામાં રીબીન કાપીને સ્વચ્છતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજા દ્વારા રીબીન કાપી ચાલુ કરીને સ્વીપરના દીકરીના હસ્તે ચાંદલા કરી પ્રથમ વાહન માતાજીના આસ્થારૂપ વાંકાનેરથી અંબાજી ચાલતા રૂટને સ્વછતા માટે ધોઈ શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે હાજર કર્મચારીઓને મીઠાઈ ખવડાવવામાં આવી હતી, જેમાં ખાસ વાંકાનેર એટીઆઇ રહીમભાઈ પરમાર, રાજકોટ ક્રેડિટ સો. ડિરેક્ટર જે. જે. જાડેજા, કેશિયર રાજુભાઈ પૈજા, હમિદભાઈ કાદરી, એન. કે. પરમાર, વીરેનભાઈ જાની, બાદીભાઈ, મહાવીરસિંહ ઝાલા, મુનાભાઇ ખેરવા, એસ. વી. ઝાલા, બી. ડી. ગોહિલ, સ્વીપર સ્ટાફ પણ હાજર રહ્યા હતા. વાંકાનેર એસ. ટી. પરીવારના ખુબ બહોળી સંખ્યા માં કર્મચારી હાજર રહ્યા હતા અને પ્રથમ બસને ફૂલ ઓટોમેટિક મશીનથી ધોવામાં આવી હતી.

