મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસન અને વન મંત્રીશ્રી મુળુભાઈ બેરા સાથે સોમેશ્વર પૂજા કરી
મુખ્યમંત્રીશ્રીના હસ્તે સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યૂમેન્ટરીનું વિમોચન રાજ્ય સરકારની ૧૧ મી ચિંતન શિબિરમાં સહભાગી થવા સોમનાથ પહોચેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાવપૂર્વક પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર પૂજા કરી હતી. સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે. ડી.પરમાર અને સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈએ મુખ્યમંત્રીશ્રીનું પૂષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ગંગાજળ અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રી સાથે વન અને પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઇ બેરાએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલસોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યુમેન્ટરીનું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી સાથે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર, સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

