Sports

ખેલાડીઓએ ‘કોચ ડે’ સેલિબ્રેટ કર્યો, ખો-ખો અને સ્કેટિંગમાં એથ્લિટ્સે શાનદાર પરફોર્મન્સ આપ્યું

SFA ચેમ્પિયનશિપમાં અમદાવાદમાં ત્રીજો દિવસ ચેસ બોર્ડનો રહ્યો હતો. જ્યાં યુવા ખેલાડીઓ સ્ટ્રેટેજી અને સ્પષ્ટતા સાથે મગજની રમત રમતા જોવા મળ્યા. ચેસ ટુર્નામેન્ટમાં વિવિધ એજ ગ્રૂપમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ રમવા ઉતર્યા.

જેમાં રેડ બ્રિક્સ સ્કૂલની નાગોરી ક્રિશ્વીએ અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ, ગોદરેજ ગાર્ડન સિટીના આત્મન રાવલે અંડર-15 બોય્ઝમાં વિજય મેળવ્યો હતો

અંડર-7 બોય્ઝ ફાઈનલમાં અપોલો ઈન્ટરનેશનલ સ્કૂલ, બોપાલના રિયાન અનડકટે ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે ગર્લ્સ કેટેગરીમાં ઉદગમ સ્કૂલ, અમદાવાદની આર્યા શમીતે અંડર-13 ગર્લ્સની ફાઈનલમાં બાજી મારી હતી.

આ દરમિયાન શુક્રવારે ચેમ્પિયનશિપમાં ‘કોચ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. જે યુવા એથ્લિટ્સના કરિયરને યોગ્ય દિશામાં આગળ વધારનારા કોચને સમર્પિત હતો અને આ દિવસે તેમના હાર્ડ વર્કને ધ્યાને રાખી અમુક વિશેષ એક્ટિવિટીઝનું આયોજન કર્યું હતું. જે હેઠળ કોચના ખેલાડીઓના જીવનમાં રહેલા મહત્ત્વને હાઈલાઈટ કર્યું હતું.