સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આમ તો દિવાળી પછી શાકભાજીનાં ભાવ ખાસ્સા વધેલાં જોવા મળે છે. આમ એમ કહેવાય છે કે શાકભાજી ઉનાળામાં મોંઘું હોય, પરંતુ શિયાળામાં તો મોટા ભાગના શાકભાજી ખૂબ સસ્તા અને વ્યાજબી ભાવે શાકમાર્કેટમાં મળતાં હોય છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કંઈક જુદી છે.. જો કે કમોસમી વરસાદ અને બદલતી હવામાનની પેટર્ન પણ કદાચ આ માટે જવાબદાર હોય શકે.. જે હોય તે હાલ શાકભાજીના વધેલાં ભાવથી શિયાળામાં મિક્સ શાકભાજી ખાવા વાળા વર્ગને ભારે મુશ્કેલી જણાય છે.. અને ખાસકરીને ટમેટાં એ એવી ચીજ છે કે દરેક દાળ, શાક અને સલાડમાં ચાલે. ટમેટાં વગર દાળ શાકનો સ્વાદ પણ ન જામે. એક તો બેરોજગારી અને એમાં આ કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી.. લોકોને જીવન નિર્વાહ કરવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે..
