Gujarat

કોડીનાર જીવનદીપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરાઈ.

કોડીનાર
     જીવનદિપ હેલ્થ એજયૂકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ બાળકોની સંસ્થા) ચોરવાડી હનુમાન મંદિરની બાજુમાં, બાયપાસ રોડ, કોડીનાર ખાતે ચાલતા દિશા કમ વિકાસ ડે કેર સેન્ટર દ્વારા  ૩ ડીસેમ્બરના રોજ ૨૧માં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસની ઉજવણી અંતર્ગત સંસ્થામાં આવતા સેરેબ્રલ પાલસી, બૌધ્ધિક દિવ્યાંગ, સ્વલિન અને બહુવિધ દિવ્યાંગ બાળકો માટે વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રવૃતિઓ તથા દિવ્યાંગ બાળકોના વાલીઓ માટે વિવિધ યોજનાકીય માહિતી માર્ગદર્શન શિબિર કોડીનાર મામલતદાર કે. જે. મારૂ અધ્યક્ષ સ્થાને તથા મામલતદાર સુપર જે. બી. પરમાર, નાયબ મામલતદાર (મતદારયાદી) દર્શનાબેન સોસા અને તાલુકા શિક્ષણ અધિકારી અભેસિંહભાઈ ડોડીયાની હાજરીમાં યોજાયો હતો,કાર્યક્રમને ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો તથા ઉપસ્થિત મહેમાનોનું સૂતરની આટી આપી દિવ્યાંગ બાળકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું  કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટને લગતી કૃતિઓ બનાવી હતી જેમાં માટી કામ, પેપર કટિંગ, ચિત્રકામ તથા કલરકામને લગતી કૃતિઓ બનાવી હતી જેને ઉપસ્થિત મહેમાનોએ નિહાળી હતી મંત્રમુગ્ધ થયા હતા તથા વાલીઓને દિવ્યાંગજનોને લગતી વિવિધ યોજનાકીય માહિતી અને માર્ગદર્શન તાલુકા શિક્ષણ અધિકારી અભેસિંહભાઈ ડોડીયાએ આપેલ તથા દિવ્યાંગજનોને મતદાર બનવા માટેનું માર્ગદર્શન અને ફોર્મ કેવી રીતે ભરવું વિગેરે વિષે સંપૂર્ણ માહિતી નાયબ મામલતદાર (મતદારયાદી) દર્શનાબેન સોસાએ આપેલ હતી તેમજ મામલતદાર સુપર જે.બી. પરમાર દ્વારા દિવ્યાંગજનોના વાલીઓને પ્રોત્સાહક ઉદબોધન કરેલ તથા કોડીનાર મામલતદાર કે. જે. મારૂ એ સંસ્થાની વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃતિઓ અને દિવ્યાંગજનો માટે કરવામાં આવતી વિવિધ કામગીરીઓનું નિરીક્ષણ કરી સંસ્થાના કાર્યકર્તાઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી પ્રસંશા કરેલ હતી.સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના આરીફભાઈ ચાવડા, એકતાબેન જાદવ, વર્ષાબેન પંડ્યા, રાકેશભાઈ બેરડીયા, ભાવનાબેન રાઠોડ,અમિતાબેન ચાવડા, ડો. રોશનીબેન મોરી, ડો. પ્રતિક્ષાબેન ચૌહાણ, વૃંદાલીબેન કોરિયાએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર અબ્બાસ તકિ નકવી

IMG_20211204_181709.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *