ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (ડ્ઢછ ૐૈાી)૩ ટકાનો વધારો કર્યો હતો. તો કેન્દ્રીય કર્મચારીઓ સાથે જાેડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરી શકે છે.
હકીકતમાં ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જાે સરકાર આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૨.૮૬ ને મંજૂરી આપે છે તો કર્મચારીઓના બેસિક પગારમાં ૧૮૬ ટકાનો વધારો થઈ શકે ચે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને સાતમાં પગાર પંચ હેઠળ ૧૮૦૦૦ રૂપિયા બેસિક સેલેરી મળે છે, જેને વધારી ૫૧૪૮૦ રૂપિયા દર મહિને કરી શકાય છે. નેશનલ કાઉન્સિલ ઓફ જાેઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી ના સચિવ શિવ ગોપાલ મિશ્રા પ્રમાણે સરકાર ૨.૮૬ નું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી શકે છે.
આ સાતમાં પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭થી થોડું વધારે હશે. જાે આ નક્કી થાય તો કર્મચારીઓના પગારમાં જાેરદાર વધારો થશે અને તેનું પેન્શન પણ ૧૮૬ ટકા વધી શકે છે. વર્તમાનમાં પેન્શન ૯૦૦૦ રૂપિયા દર મહિને છે, જે વધી ૨૫૭૪૦ રૂપિયા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ૭મું પગાર પંચ વર્ષ ૨૦૧૬માં લાગુ કરવામાં આવ્યું હતું અને તે સામાન્ય રીતે દર દસ વર્ષે અપડેટ કરવામાં આવે છે, જે ૨૦૨૬માં પૂર્ણ થઈ રહ્યું છે.
જાે કે ૮માં પગાર પંચની રચનાની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ જાહેરાત આગામી બજેટ ૨૦૨૫-૨૬માં કરવામાં આવી શકે છે. કેટલાક અહેવાલો અનુસાર, સરકાર આ અંગે ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં નેશનલ કાઉન્સિલ ઓફ જાેઈન્ટ કન્સલ્ટેટિવ ??મશીનરીની બેઠકમાં ર્નિણય લઈ શકે છે. મહત્વનું છે કે સાતમાં પગાર પંચની રચના ફેબ્રુઆરી ૨૦૧૪માં થઈ હતી અને તે હેઠળ કર્મચારીઓનો પગાર ૧ જાન્યુઆરી ૨૦૧૬થી લાગૂ થયો હતો. આ પંચે કર્મચારીઓની બેસિક સેલેરી ૭૦૦૦ રૂપિયાથી વધારી ૧૮૦૦૦ રૂપિયા કરી દીધી હતી અને અન્ય લાભ પણ મળ્યા હતા.

