રિપોર્ટ.મકસુદ કારીગર,કઠલાલ
હાલ કઠલાલ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે કઠલાલ તાલુકાની ખોખરવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ અને આઠ સભ્યો બિનહરીફ સમરસ થયેલ છે.ખોખરવાડા સમરસ ગ્રામ પંચાયતના સરપંચ માજીદઅલી.એ.ખોખરે જણાવ્યું હતું કે તેમના ગામમાં બે હજાર જેટલી વસતી છે અને એક હજાર ની આસપાસ મતદારો છે .આવનાર સમયમાં ગામનો વિકાસ થાય એવા ઉદ્દેશથી સમગ્ર ખોખરવાડા ગ્રામજનોએ ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ કરવાનો નિર્ણય કર્યો છે અને સરપંચ સહિત આઠ સભ્યો બિન હરીફ સમરસ થયેલ છે.ગામમાં સહુ નો સહકાર હોવાથી ગામનો વિકાસ વધુ સારી રીતે થશે અને સમસ્ત ગ્રામજનોએ સમરસ ગ્રામ પંચાયતનો ઉમદા નિર્ણય કર્યો છે અને સૌએ આ નિર્ણય આવકર્યો હતો.


