Gujarat

અનેક એવોર્ડ મેળવેલ દૂદાના ગ્રામપંચાયત સમરસ. નમૂનારૂપ કામગીરી માટે ગિરસોમનાથ જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત….    

ગિરગઢડા
   ભરત ગંગદેવ….
સરપંચ સહિત તમામ સભ્યો મહિલા.
મહિલા ઉત્કર્ષનોં સાચો રાહ ચિંધતુ દૂદાના ગામ.
સમરસ થતાં વિકાસ કાર્યોને મળશે વેગ.
કોડીનાર તાલુકાનું દુદાણા ગામ (4) સમર્સ બન્યું  એક્તા અને અખંડિતતા નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું,હાલમાં જ્યારે સમગ્ર ગુજરાત ની અંદર ગ્રામ પંચાયતો ની ચુટણી નો માહોલ જામી રહ્યો છે,ત્યારે કોડીનાર તાલુકાના દુદાણા ગામ ની અંદર સર્વ ગ્રામજનો એ સાથે મળી અને ગામ ની એક્તા અને અખંડિતતા જળવાઈ રહે,ચુંટણી ના કારણે ખોટા વેર ઝેર ના થાય પરસ્પર ના સબંધો માં વાદ વિખવાદ ના થાય અને સૌનો સાથ અને સૌનો વિકાસ થાય તે હેતુ થી સર્વાનુમતે દુદાણા-નાના ઈંચવડ જુથ ગ્રામ પંચાયત ને સમરસ કરવાનો સરાહનીય નિર્ણય કર્યો છે..
જેમની અંદર સ્ત્રી અનામત હોવાથી શ્રીમતી દેવીબેન ગોવિંદભાઈ રાઠોડ ની સરપંચ તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે,અને બાકી ના તમામ સભ્યપદે પણ સ્ત્રીઓ ની જ વરણી કરી અને સ્ત્રી સમરસ ગ્રામ પંચાયત બનાવવા નો ખુબજ ઉમદા અને સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે,અને દુદાણા ગામે ગિરસોમનાથ જિલ્લામાં એક મિસાઈલ કાયમ કરી છે 1995.થી આ ગામમાં પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ના  વિચારો અહીંયા આવી ગયા હતા આ ગામની અંદર એન્ટર થતા જ પહેલા શ્રીદર્શન આવેશે તમામ ગામ વાસીઓ ગીતાના જ્ઞાન થી રંગાય ગયેલ છે. આ ગામને 2007.માં ભારતના રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ ના હસ્તે નિર્મલ ગામ ઍવોડ એનાયત થયેલ. 1999 થી 2018 એટલે કે 23 વર્ષ થી સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન થાય છે. 1978.માં આ ગામને આદર્શ એવોડ મળેલ અને તે સમયના જિલ્લા પંચાયત અમરેલી ના પ્રમુખ હતા જીવરાજભાઈ અને ત્યારે તેમને ગામની મુલાકાત પણ લીધી હતી.1978.ના કાર્ય કાળમાં આ ગામની અંદર નલકનેક્શ. અને ગટરયોજના અમલમાં આવી ગઈ હતી.2008.માં ગોકુલગામ યોજના અંતર્ગત આ ગામમાં પંચાયત ધરનું નિર્માણ થયું હતું.મનરેગા યોજના નો શુભ  આરંભ કોડીનાર તાલુકા નું પ્રથમ ગામ દુદાના હતું કે જ્યાંથી મનરેગા યોજના હેઠળ રસ્તો બનાવવામાં આવ્યો હતો.2002 થી 2011 ના સમયમાં સરદાર આવાસ યોજના અને ઈન્દિરા આવાસ યોજના હેઠળ પણ આ ગામને સારો લાભ મળ્યો હતો.2009.માં સાંસદ સભયની ગ્રાન્ટ માંથી કોમ્યુનિટી હોલ નું નિર્માણ થયું હતું.જૂથ પંચાયત શે આ ગામની સિદ્ધિ એ જોવા મળી છે કે નાના એવડા ગામના બહેનો/ ભાઈઓ થઈ 250.ઉપર ગુજરાત સરકાર ના કર્મચારી છે આ નાનકડા ગામના 3.અધિકારી ઓ વર્ગ બેના અધિકારી ઓ શે  જેમના ઉપર વિજયમાલા મુકવામાં આવી છે તે શ્રીમતી દેવીબેન ગોવિંદભાઇ રાઠોડ ના પુત્ર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં વર્ગ 2.(ડેપ્યુટી. કલેક્ટર) ની ફરજનીભાવી રહ્યા છે. દેવીબેન રાઠોડ બીજી વાર સરપંચ પદપર બિરાજમાન થઈ રહ્યા છે. એક વખત તેમના પતિ દેવ સરપંચ રહી ચૂક્યા છે. નિખાલસ સ્વભાવ ના આ દંપતી હંમેશા ગામની પ્રગતિ અને ગામના   બહેનો /  ભાઈઓ દીકરી/ દીકરા વધુમાં વધુ ગુજરાત સરકાર ની તમામ ઓફીસ આ ગામના. એક દીકરી/ દીકરો હોવોજ જોયે અને ગામનું નામ રોશન કરે તેમના માટે આ દંપતી અર્થગ મહેનત કરી રહ્યા છે ગિરસોમનાથ જિલ્લાના તમામ ગામો માટે એક્તા અને અખંડિતતા નું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે  દુદાણા ગામેં…
Attachments area

IMG-20211204-WA0386.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *