Gujarat

ધ્રાંગધ્રા શહેરમાં સેશન્સ કોર્ટના જજ રાજ પુરોહિતેં આરોપીને દશ વર્ષની સજા ફટકારી. 

ધ્રાંગધ્રા:
ધ્રાંગધ્રા શહેરમાં સેશન્સ કોર્ટના કડક વલણ ધરાવતા જજ શ્રીમાન રાજ પુરોહિત સાહેબ આવ્યા ત્યાર થી તાલુકાનાં ગુનેગારો માં રીતસર નો ફફડાટ ફેલાયો છે.જેમાં કોઈ ની પણ સેહ શરમ રાખ્યા વિનાં કાયદા ને સર્વોપરી ગણીને સેશન્સ કોર્ટના જજ રાજપુરોહિત પ્રશંસનીય ચુકાદાઓ આપતાં આવ્યા છે તયારે મારાંમારી કેસમાં વધુ એક ચુકાદો ચાલું હતો જેમાં ફુલ્લગલી વિસ્તારમા રહેતા નિઝામભાઇને ગત વષઁ ૨૦૧૬મા સંજય ઉફેઁ ડાકુ હરજીભાઇ ચૌહાણ અને નીતિન પરમાર સાથે માથાકુટ થતા નિઝામભાઇને માથાના ભાગે તલવાર મારતા તેઓ ગંભીર રીતે ઇજાઁગ્રસ્ત થયેલ હોય જે બાબતની ફરીયાદ બંન્ને શખ્સો વિરુધ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ ખાતે દાખલ કરતા ધ્રાંગધ્રા સેસન્સ કોટઁમા કેસ ચાલતો હતો અને આ કેસમા તમામ પંચ, સાક્ષી તથા પુરાવા તપાસ કરી સરકારી વકીલ વી.એચ.ભટ્ટ દ્વારા ધારાદાર રજુવાતને ધ્યાને લઇ સેસન્સ કોટઁના જજ એસ.એમ.રાજપુરોહીત દ્વારા આરોપી સંજય ઉફેઁ ડાકુ હરજીભાઇ ચૌહાણને દોષિત જાહેર કરી દશ વષઁની સજા તથા ૨૫ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજા ફટકારી હતી જ્યારે અન્ય મારામારીના કેસમા પણ તમામ પુરાવા તથા સાક્ષી તપાસી સંજય ઉફેઁ ડાકુ હરજીભાઇ ચૌહાણ તથા નિતિન મથુરભાઇ પરમારને ત્રણ વષઁની સજા ફટકારતા ગુનેગાર આલમ માં સન્નાટો છવાયો હતો. આ પ્રકારની કાર્યશૈલી માં ગુનેગારો ચોક્કસ થી ગુનો આચરતા પહેલા વિચારશે એમ લોકચર્ચાઓ સાથે જજ સાહેબ નાં ચુકાદા ને ધ્રાંગધ્રાવાસીઓએ આવકાર્યો હતો.

IMG-20211204-WA0204.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *