Gujarat

મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલાઓ પર થતી કામકાજના સ્થળે જાતિય સતામણી અંતર્ગત સેમીનાર યોજાયો

મહિલા અને બાળ અધિકારીની કચેરી તરફથી તા.૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે જે ભાગરૂપે તા.૨૯ નવેમ્બરના રોજ કામકાજના સ્થળે જાતિય સતામણી અંગે બોડેલી તાલુકાના જબુગામ આઇ. ટી.આઇ કોલેજ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજના કર્મચારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

આ અવસરે ઉપસ્થિત બોડેલી તાલુકાના જબુગામ આઇ. ટી આઇના કર્મચારી તેમજ પ્રિન્સીપાલ, મહિલા બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર