પ્રાકૃતિક કૃષિથી ડાંગર,મકાઇ,તુવેર અને શાકભાજી પકવતા મુકેશભાઈ
છોટાઉદેપુર તાલુકાના માણકા ગામના મુકેશભાઈ રાઠવા વર્ષ ૨૦૧૬-૧૭માં આત્મા પ્રોજેકટ સાથે જોડાયા. આત્મા પ્રોજેકટની એક સપ્તાહની તાલીમ બાદ તેમને સમજાયુ કે, રાસાયણિક ખેતી કુદરતી અને માનવ સંપત્તિ માટે હાનિકાર છે. આ તાલીમ દરમિયાન તેમણે પ્રાકૃતિક કૃષિ કરવાનો નિર્ણય લીધો.
મુકેશભાઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં બધી જમીનને પ્રાકૃતિક કૃષિ માટે તૈયાર કરવી મુશ્કેલ હતી એટલે અડધા વિઘા જમીનને જીવામૃતથી પાક માટે તૈયાર કરી. આ અડધા વિઘા જમીનમાં શાકભાજી વાવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. શરૂઆતમાં તો શાકભાજીના ઉત્પાદન જોઇએ એવું મળ્યુ નહી કારણ કે જમીન રાસાયણિક ખાતર વાળી હતી. હવે બધી જમીનને પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરવાની હતી. સ્ટેપ બાય સ્ટેપ બધી જમીન પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરવાનું શરૂ કર્યુ. પરિણામ સ્વરૂપ બધી જમીન પ્રાકૃતિક કૃષિ માટે તૈયાર થઇ ગઇ.
વધુ વાતચીતમાં મુકેશભાઈએ કહ્યું કે જમીનમાં ફળદ્રુપ બનતા ડાંગર,મકાઇ,તુવેર સિઝન પાક અને શાકભાજીની ખેતી શરૂ કરી. પ્રાકૃતિક કૃષિના પાંચ આયામનો મે ઉપયોગ કર્યો. જાતે જ ગાયના ગોબરમાંથી ઘનજીવામૃત બનાવ્યું, જેથી જમીન પોચી,બેકટેરીયાથી ભરપુર અને ફળદ્રુપ બની. જેનો અને ગૌમુત્ર,કોઠરના લોટ,ગોળ,માટીનો ઉપયોગ કરી પ્રથમ તો બીજની બીજામૃતથી માવજત કરી વાવણી કરી. તેની સાથે ઘનજીવામૃતનો પણ ઉપયોગ કર્યો. પાકને જીવાતથી બચાવવા માટે નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. આ વર્ષે ચોમાસામાં મકાઇ, ડાંગર અને તુંવેર કરી હતી. ડાંગરમાં એક વિઘાએ ૫૦ મણ, તુવેરમાં ૧૦ મણ અને મકાઇ ૬૦થી ૭૦ મણ જેટલું ઉત્પાદન થયુ છે.
હાલ મારા ખેતરમાં મરચી,વાલોર,તુવેર,રીંગણ વાવેલા છે. વાલોર તુવેર રીગણમાં ફુલ આવ્યા છે. જ્યારે મરચીનો પાક તૈયાર થઇ ગયો છે. બે દિવસમાં પાક ઉતારી છોટાઉદેપુર માર્કેટમાં વેચાણ કરીશ. અમે શનિવારે છોટાઉદેપુર અને રવિવારે પાનવડ હાટમાં શાકભાજી વેચીએ છીએ.
મારી પાસે દેશી ગાય છે. દેશી ગાયને નિભાવ ખર્ચ તરીકે મને ૯૦૦ મળે છે.આ દેશી ગાયના ગૌમુત્ર અને ગોબરનો ઉપયોગ કરીને જ ખેતી કરૂ છું જેથી મારી પરિવાર સાથે અન્ય પરિવારોને સ્વાસ્થ્ય પણ જણવાય.
ખેડૂત મિત્રોને સંદેશ આપતા મુકેશભાઈએ જણાવ્યું કે, ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળે. પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ અને પોચી થાય છે. અળસીયા ફરી જીવંત થાય અને ખેડૂતના મિત્ર તરીકે અળસીયા મદદરૂપ થાય છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર