Gujarat

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા ઝોઝ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા ઉપરાંત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પૌલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા સરકારી હોસ્પિટલ માંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ છોટાઉદેપુર તાલુકાના તબીબી અઘિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહી દર્દીઓ ને સારવાર અને સેવાઓ આપી હતી,જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર