Gujarat

છોટાઉદેપુરમાં શિક્ષક દ્વારા ૧૩ વર્ષની બાળકી સાથે છેડતીના મામલે આરોપી શિક્ષક સંજય પારેખને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે

છોટાઉદેપુરની એક શાળામાં 13 વર્ષની સગીરા સાથે શારીરિક હડપલા કરી ધમકી આપનાર શાળાનો શિક્ષક સંજય પારેખને પોલીસે ઝડપી પાડ્યો છે. માહિતી અનુસાર આણંદ જિલ્લાના ખોડલ ગામમાંથી શિક્ષક પોલીસના હાથે ઝડપાય ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર