નડિયાદના ચકલાસી ગામના પરા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે. જેમાં બે લૂંટારુએ છાપરા બહાર ખુલ્લામાં ઊંઘતી વૃદ્ધ મહિલાનું મોઢુ દબાવી તેના પહેરેલ સોનાના દાગીના ખેંચી ફરારા થયા છે. કુલ રૂપિયા 1 લાખ 70 હજારના કિંમતના દગીના લૂંટારુએ લૂંટ ચલાવી ફરાર થયા છે. આ બનાવ મામલે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના દેવકાપુરા વિસ્તારમાં કાળકામાતાના મંદિર પાસે છાપરામા 75 વર્ષના જાનાબેન સોડાભાઈ ભરવાડ રહે છે. તેઓ પોતે પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમનો પુત્ર પોતે અસ્થિર મગજનો છે. તો તેઓ પોતાના ભાણીયા સાથે ઉપરોક્ત ઠેકાણે રહે છે.
ગત 30 નવેમ્બરના રોજ તેણનો ભાણીયો ગામમાં આખ્યાન હોવાથી મોડીરાત્રે પોતાના ઘરે આવ્યો હતો અને જાનાબેન છાપરા બહાર ખાટલો ઢાળી સુતા હતા.
ત્યારે રાતના સમયે અજાણ્યા બે ઈસમો એકાએક ત્યાં આવી ચઢ્યા હતા અનેસુઈ રહેલા જાનાબેનનુ મોઢુ દબાવ્યુ હતું. એટલામાં જાનાબેન જાગી ગયા હતા.
જોકે રૂમાલ બાંધી આવેલા બે લુટારુઓએ જાનાબેનના કાનમાં અને શરીરે પહેરેલ સોનાના દાગીના ખેંચી લૂંટ ચલાવી ફરાર થયા હતા. કાનમાંથી લોહી નીકળતા અને ગભરાયેલા જાનાબેને સમગ્ર હકીકત પોતાના ભાણીયાને કહેતા એ બાદ સારવાર અર્થે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા.
આ બનાવ મામલે જાનાબેન ભરવાડે અજાણ્યા બે લુટારુઓ સામે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આ લૂંટમા કુલ રૂપિયા 1 લાખ 70 હજારના કિંમતના દગીના લૂંટારુએ લૂંટ કરી હોવાનું જણાવ્યું છે.