Gujarat

નડિયાદ ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ ખાતે આગમનઋતુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પ્રેમ,ક્ષમા અને એકતાના મંત્રને સાકાર કરતો તહેવાર એટલે ક્રિસમસ.નડિયાદ ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ ખાતે આગમનઋતુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જેમાં સભાપુરોહિત ફા. જોસેફ અપ્પાઉ, ફાધર નટુ, ફા નટુ, ફા. પિયુષ સહીત મોટી સંખ્યામાં સિસ્ટરો તેમજ ધર્મજનો ઉપસ્થિત રહ્યા હતા.

ફાધર નટુએ જણાવ્યું હતું કે,25 ડિસેમ્બરનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે.સમગ્ર વિશ્વમાં તેની ઉજવણીની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જાય છે.જેને આગમનઋતુ કહેવામાં આવે છે.ઈસુને આવકારવા આપણે ભૌતિક તૈયારી સાથે આત્મિક તૈયારી પણ કરવી જોઈએ.મન, હૃદયથી શુદ્ધ બની સહુનો સ્વીકાર કરી ઈસુને આવકારીશું તો ઉત્સવ પ્રેમનો અવસર બનશે.સભાપુરોહિત ફા.જોસેફ અપાઉએ સહુને પ્રેમપૂર્વક ઉજવણીમાં જોડાવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે ફાધર નટુના પિતા રામાભાઇ મકવાણાની પ્રાર્થનાસભા પણ ભક્તિભાવપૂર્વક યોજાઈ હતી.આ પ્રસંગે પેરિસ કાઉન્સિલના ઉપપ્રમુખ મનોજ મકવાણા, સેક્રેટરી અંકિતા પરમાર સહીત સભ્યો, ધર્મજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.