આદિજાતી વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબીનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર દરબાર હોલ ખાતે ભૂલકા મેળો – ૨૦૨૪ યોજાયો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે ‘ભૂલકા મેળાનું આયોજન આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે, આખા ગુજરાતમાં આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો ખુબ સારી રીતે કામ કરી રહ્યા છે. તેઓ બાળકોને સાચવવાનું કામ, શીખવવાનું કામ સાથે સાથે સંસ્કાર આપવાનું કામ પણ કરે છે.રાજય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓ, સગર્ભા માતાઓ અને નવજાત શિશુ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ પર આંગણવાડી વર્કર બહેનો ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઘટક વાઇસ ૧૭ પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ આધારિત teaching learning material દ્વારા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં સર્જનાત્મક શક્તિ ખીલે તથા માનસિક, ભાષાકીય વિકાસ માટે વિવિધ સ્થાનિક રીતે ઉપલબ્ધ લો કોસ્ટ મટીરીયલ માંથી વિવિધ ટીચિંગ લર્નિંગ મટેરિયલ કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરીને પ્રદર્શિત કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધીક્ષક ઈમ્તિયાઝ શેખ, ચેરમેન, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ જિલ્લા પંચાયત છોટાઉદેપુર, ધર્મિષ્ઠાબેન રાઠવા તા.પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, શર્મિલાબેન રાઠવા કારોબારી ચેરમેન, જિલ્લા પંચાયત છોટાઉદેપુર, પ્રોગ્રામ ઓફિર ક્રિષ્નાબેન અને આંગણવાડી વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર