મહિલા અને બાળ અધિકારીની કચેરી તરફથી તા.25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. જે ભાગરૂપે ત સેલ્ફ ડિફેન્સ સેમીનારનું આયોજન નસવાડી તાલુકાની એસ. બી.સોલંકી હાઇસ્કુલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજના કર્મચારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીની યોજનાની માહિતી આપવામાં આવી હતી. સી ટીમના કર્મચારી દ્વારા સ્કૂલની દીકરીઓ 127 જેટલી દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. જેમાં બેટી બચાઓ બેટી પઢાઓ લોગો વાળી ટી શર્ટ તેમજ કેપની વિતરણ કરવામાં આવી હતી.
આ અવસરે નસવાડી તાલુકાની એસ.બી.સોલંકી હાઇસ્કુલના કર્મચારી ગણ હાજર રહ સી ટીમના કર્મચારી તેમજ મહિલા બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર