Gujarat

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી, ખાન ખનીજ વિભાગની ટીમે છેલ્લા એક અઠવાડિયાની અંદર અલગ અલગ વિસ્તારમાંથી પાંચ ટ્રકો અને 12 ટ્રેક્ટરોને ઝડપી પાડયા છે

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયાની અંદર બાતમીના આધારે  ફેરકુવા, જામલા,નસવાડી રોડ ખાતેથી 5 ટ્રકો, તેમજ lસિહોદ, લોઢણ,કડીલા ,પાદરવાટ, સીમલીયા, ફતેપુરા છોટાઉદેપુર વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા 12 ટ્રેકટરોને ઝડપી પાડયા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 1 કરોડ 50 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર