Gujarat

લીલીયાના અંટાળીયા માર્ગ ઉપર 8 જેટલા સિંહનું ટોળું આવી ચડ્યું, બસમાં સવાર મુસાફરોને સિંહ દર્શનનો લાભ મળ્યો

અમરેલી જિલ્લામાં સિંહો દીપડા વન્યપ્રાણીઓની સંખ્યા દિનપ્રતિદિન રીતે વધી રહી છે, સિંહો*દીપડાઓ વાંરવાર માર્ગો ઉપર આવી જવાના વીડિયો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક સિંહોનો વીડિયો સામે આવ્યો છે. ગત મોડી રાતે લીલીયાના અંટાળીયા ગામ માર્ગ ઉપર એક સાથે 8 જેટલા સિંહનું ટોળું માર્ગ ઉપર આવી ચડતા બસ ચાલક દ્વારા બસની સ્પીડ ઘટાડી ઉભી રાખતા મુસાફરોને અચાનક સિંહ દર્શનનો લાભ મળ્યો હતો, જેનો બસમા સવાર લોકોએ સોશ્યલ મીડિયામા વાયરલ થયો છે. અહીં લીલીયા સાવરકુંડલા હાઇવે ઉપર વાંરવાર આ સિંહ રાત્રીના સમયે અને વહેલી સવારે સિંહો હાઇવે ઉપર વધુ જોવા મળી રહ્યા છે.

સિંહોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા સિંહો અને દીપડાઓ માર્ગો ઉપર વાંરવાર લટારના કારણે અકસ્માતનો ખતરો તોળાઇ રહ્યો છે. 5 દિવસ પહેલા ધારીના દેવળા માર્ગ ઉપર અજાણીયા વાહન અડફેટે દીપડો આવતા દીપડાનું મોત થયુ હતું, ત્યારે સિંહોની સુરક્ષાને લઈ સવાલો ફરી ઉઠી રહ્યા છે.