Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૪-૨૦૨૫ યોજાશે

 સ્પર્ધકોએ તા. ૨૦ ડિસેમ્બર સુધી ફોર્મ જમા કરાવવાના રહેશે
ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર દ્વારા સંચાલિત કલા મહાકુંભ- ૨૦૨૪-૨૫ યોજાનાર છે. જેમાં ૬ થી ૬૦ વર્ષ ઉપર સુધીના તમામ વયજુથના કલાકારો ભાગ લઈ શકશે. વય જુથમાં (૪) વિભાગ રહેશે. જેમાં (૧) ૬ થી ૧૪ વર્ષ, (૨) ૧૫ થી ૨૦ વર્ષ, (3) ૨૧ થી ૫૯ વર્ષ અને (૪) ૬૦ વર્ષથી ઉપરનાનો સમાવેશ કરાયો છે.
સાહિત્ય વિભાગમાં ૧. વકતૃત્વ, ૨.નિબંધ, 3.કાવ્યલેખન ૪.ગઝલ-શાયરી ૫.લોકવાર્તા ૬.દુહા-છંદ-ચોપાઈ, કલા વિભાગમાં ૧.ચિત્રકલા, ૨.સર્જનાત્મક કારીગરી, નૃત્ય વિભાગમાં ૧.લોકનૃત્ય, ૨.રાસ, 3.ગરબા ૪.ભારતનાટ્યમ ૫.કથ્થક ૬.કુચીપુડી ૭.ઓડીસી ૮. મોહીની અટ્ટમ, ગાયન વિભાગમાં ૧.શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની),  ૨.સુગમસંગીત 3.લગ્નગીત ૪.સમુહગીત ૫.લોકગીત (ભજન), વાદન વિભાગમાં ૧.હાર્મોનિયમ(હળવું),૨.તબલા 3.ઓર્ગન ૪.સ્કુલબેન્ડ ૫.વાંસળી ૬.સિતાર ૭.ગિટાર ૮.સરોદ ૯.સારંગી ૧૦.પખવાજ ૧૧.વાયોલીન ૧૨.મૃદંગમ ૧૩.રાવણ હથ્થો ૧૪. જોડિયાપાવા અને અભિનય વિભાગમાં ૧.એકપાત્રીય અભિનય ૨.ભવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વય ગૃપ મુજબ કૃતિઓ ૬ થી ૧૪ વર્ષમાં (૧) વકૃત્વ (૨) નિબંધ (૩ ) ચિત્રકલા (૪) ભારતનાટયમ (૫) એક પાત્રીય અભિનય (૬) લોક નૃત્ય (૭) રાસ (૮) ગરબા (૯) સુગમ સંગીત (૧૦) લગ્ન ગીત (૧૧) સમુહગીત (૧૨ ) લોકગીત / ભજન (૧૩) તબલા (૧૪) હાર્મોનિયમ (હળવું) (૧૫) લોકવાર્તા (૧૬) દુહા- છંદ – ચોપાઈ (૧૭) સર્જનાત્મક કારીગરી (૧૮) સ્કુલ બેન્ડ (૧૯) ઓરગન (૨૦) કથ્થક  (૨૧) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)
૧૫થી ૨૦ વર્ષમાં (૧) વહાવ (૨) નિબંધ (૩) ચિત્રકલા (૪) ભારતનાટયમ (૫) એક પાત્રીય અભિનય (૬) લોક નૃત્ય (૭) રામ (૮) ગરબા (૯) સુગમ સંગીત (૧૦) લગ્ન ગીત (૧૧) સમુહગીત (૧૨) લોકગીત/ભજન (૧૩) તબલા (૧૪) હાર્મોનિયમ (હળવું) (૧૫) લોકવાતી (૧૬) દુહા- છંદ – ચોપાઈ (૧૭) સર્જનાત્મક કારીગરી (૧૮) સ્કુલ બેન્ડ (૧૯) ઓરગન (૨૦) કથ્થક (૨૧) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) (૨૨) કાવ્ય લેખન (૨૩) ગજલ – શાયરી.
૨૧ થી ૫૯ વર્ષમાં (૧) એક પાત્રીય અભિનય (૨) લોક નૃત્ય (૩) રાસ (૪) ગરબા (૫) સુગમ સંગીત (૬) લગ્ન ગીત (૭) લોકગીત / ભજન (૮) તબલા (૯) હાર્મોનિયમ (હળવું) (૧૦) કાવ્ય લેખન ( ૧૧) ગજલ – શાયરી (૧૨) ઓરગન (૧૩) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)
૬૦ વર્ષ થી ઉપરમાં (૧) એક પાત્રીય અભિનય (૨) લોકગીત / ભજન (૩) તબલા (૪) હાર્મોનિયમ (હળવું) (૫) મોરગન.
તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૨૦-૧૨-૨૦૨૪ સુધી કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, એ-૮, બીજ્પ માળ, જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર ફોર્મ મેળવી જમા કરાવવાના રહેશે. ૨૦-૧૨-૨૪ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગતવાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ એવુ જિલ્લા યુવા વિકાસ અધિકારી છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર