વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી અંગે માર્ગદર્શન આપતા – કલેકટર
પોલીસ ભરતીમાં શારીરિક કસોટી અને લેખિત પરીક્ષામાં વિશે માર્ગદર્શન આપતા-ઈમ્તિયાઝ શેખે

ભારત સરકાર દ્વારા તા. ૧૫ નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિ ઉજવવામાં આવે છે. બિરસા મુંડાના બલિદાનને યાદ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ૧૫મી નવેમ્બર બિરસા મુંડાની જન્મ જયંતી નિમિતે “જાનજાતી ગૌરવ દિવસ”ની ઉજવણી કરવાનું નક્કી કર્યું. રાજ્ય સરકાર દ્વારા વનબંધુ વિસ્તારમાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની બે દિવસીય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રથમ દિવસે છોટાઉદેપુર જિલ્લાની એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિજાતી વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં રંગેચંગે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા દિવસે જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના અધ્યક્ષતામાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ ઉપસ્થિત શાળા/કોલેજના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખે પોલીસ ભરતીમાં શારીરિક કસોટી અને લેખિત પરીક્ષામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.પ્રાયોજના વહીવટદારની કચેરીનાં પ્રોજેક્ટ ઓફિસર વિમલ ડામોરે આદિજાતિ વિકાસ વિભાગની શિક્ષણને લગતી વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપ્યું હતું. શ્રોફ ફાઉન્ડેશનના સીઈઓ વિકાસ વાઝેએ વોકેસનલ ટ્રેનિંગ અંગે માહિતી હતું.શાળા/કોલેજના વિદ્યાર્થીઓ પોતાને રમત-ગમત ક્ષેત્રમાં સરકારની યોજનાઓનો લાભ લઈ કેવી રીતે આગળ વધી શકે તે માટે આંતરરાષ્ટ્રિય ખેલાડી પાયલબેન રાઠવાએ શરૂઆતથી લઈને આંતરરાષ્ટ્રિય ખેલાડી બન્યા સુધીની તેમની સફરનું વર્ણન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, ગુજરાત આદિજાતિ સંશોધન અને તાલીમ કેન્દ્ર ગાંધીનગરના નિયામક સી.સી.ચૌધરી, અગ્રણી ઉપેન્દ્રભાઈ રાઠવા અન્ય મહાનુભાવો સહીત મોટી સંખ્યામાં શાળા/ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર