Gujarat

માણાવદર નગરપાલિકા દ્વારા વેપારીઓને કચરો જ્યાં ત્યાં ન ફેંકવા કડક સૂચના અપાઇ 

સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત *સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ 2018* ના માણાવદર શહેરમાં અમલીકરણ માટે *નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેર નોટિસની* તમામ વ્યવસાયિકો દ્વારા અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા મામલતદારશ્રી અને ચીફ ઓફિસર શ્રી દ્વારા મળેલ સૂચના અનુસંધાને આજરોજ *તારીખ 5 /12/2024 ના રોજ* નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી મેહુલભાઈ દાવડા સીટી મેનેજર શ્રી રાજભાઈ કરંગીયા અને રીધીબેન લાડાણી દ્વારા શહેરની મુખ્ય બજારોના વેપારીઓનો રૂબરૂ સંપર્ક કરી *સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ અંતર્ગત માણાવદર નગરપાલિકા વિસ્તારમાં મંજુર કરવામાં આવેલ પબ્લિક હેલ્થ બાયલોઝનો* અમલ કરવા સમજૂતિ આપવામાં આવેલ છે અને ભવિષ્યમાં આ અંગે કસુર થયે સંબંધિત આસામી સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવા માટેની જાણ કરવામાં આવી હતી.

તસવીર અહેવાલ  જીજ્ઞેશ પટેલ માણાવદર