સાવરકુંડલામાં આગામી તા. ૮/૧૨/૨૦૨૪ ના રવિવારના રોજ સંતશ્રી આપાલાખાની ૨૪૪ મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાશે જેમાં સવારે મંગળા આરતી, સમાધી પૂજા, ધ્વજારોપણ કરવામાં આવશે. ત્યારબાદ સામૈયંના દર્શન સવારે ૯-૦૦ કલાકે થશે. મહાપ્રસાદનું આયોજન સાંજે ૭-૦૦ કલાકે રાખવામાં આવેલ છે. જયારે સંતવાણી રાત્રીના ૧૦ કલાકે રાખેલ છે.
જેમાં સુનીલભાઈ પરમાર, જયેશભાઈ પરમાર અને નરશીભાઈ સોલંકી જેવા ભજનીકોની અલખનો આરાધ કરશે. સ્વામી શ્રી ૧૦૦૮ ગોવિંદગીરી બાપુ(જુનાગઢ ). શ્રી લાલદાસબાપુ (કેસરડી) વિશેષ હાજરી આપશે. તિથિ મહોત્સવના મુખ્ય દાતા તરીકે દાનજીભાઈ બચુભાઈ સોંદરવા, સુનિલભાઈ દાનજીભાઈ સોંદરવા, હરિભાઈ વાસુરભાઈ ગેલાતર અને કિશોરભાઈ દાફડા વિગેરેનો સેવા-સહકાર મેળવેલ છે. એમ શ્રી આપાલાખાની જગ્યાના મહંતશ્રી નાનજી ભગતની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
બિપીન પાંધી સાવરકુંડલા

