પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે પીવાના પાણીની ટાંકીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત..
ગુજરાત સરકારની ખાસ અંગભુત યોજના અંતર્ગત કાકોશી ગામના ઈન્દિરાનગર વિસ્તારમાં પીવાની ટાંકીનું લોકાર્પણ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.પીવાની ટાંકીનું લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, છેવાડાના માનવીઓને પોતાનું ઘર, રોડ -રસ્તા અને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમને ધ્યાનમાં લઈને કાકોશી ખાતે પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી અહીંના રહીશોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહેશે. મંત્રીએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે, સિદ્ધપુર વિસ્તારના વિકાસ માટે આસપાસના તળાવો પણ ભરવામાં આવશે. જેના લીધે પાણીના સ્તરો ઊંચા આવશે. તેનો સૌને ફાયદો થશે. હું અહી ઉપસ્થીત તમામને અપીલ કરું છું કે પાણી અમૃત છે. આવનાર સમયમાં પાણીની કિંમત ન કલ્પી શકાય તેવી થશે. તેથી આપ સૌ પાણીનો બગાડ કરશો નહિ. પરંતુ પાણીનો બચાવ કરજો. કેમ કે જળ છે તો જ જીવન છે.
આ પ્રસંગે એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો વિષ્ણુભાઈ દેસાઈ, જશુભાઈ, વિક્રમસિંહ, દિલીપભાઈ તેમજ અધિકારી – કર્મચારીઓ, અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





