પાટણ…
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર…
રાધનપુર : ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ પુરી કરી યુવાન માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા, બાઈક રેલી યોજી ભવ્ય સન્માન કરાયુ…
ઢોલ નગારા, ડીજેના તાલ સાથે ત્રિરંગા સાથે બાઈક રેલી યોજી દેશ ભક્તિના શુરે યુવાન નું ભવ્ય સ્વાગત કરાયું..
ભારતીય ફોજ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી યુવાન માદરે વતન આવતા આર્મીમેન અંકિતભાઈ નું મસાલી ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું….*
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામના રામાનંદી સાધુ અંકિતકુમાર ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો અને સમાજના આગેવાનો, મિત્રો અને શહેરીજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરી આર્મીમેન અંકિતકુમાર ના સ્વાગત ને લઇ ગ્રામજનોએ, આગેવનો અને મિત્રોએ ભવ્ય બાઈક રેલી યોજી હતી.
ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી અંકિતકુમાર પોતાના માદરે વતન મસાલી આવતા ગ્રામજનોએ વાજતે ગાજતે સન્માન કર્યું હતું અને માતા પિતા ના આશીર્વાદ મેળવી રાપરીયા હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરી મસાલી જવા ડીજે ના તાલ સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મોટી શંખ્યામાં બાઈક રેલી નીકળી હતી જેમાં ડીજેના તાલ સાથે માં ભારતી ના દેશ ભક્તિ ના ગીતો ના ગુજકારે સમગ્ર વાતાવરણ દેશ ભક્તિમય બન્યું હતું.
રાધનપુર તાલુકાના મસાલી ગામના યુવાન રામાનંદી સાધુ અંકિત કુમાર જેઓ ઇન્ડિયન આર્મીની તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન મસાલી ગામે પરત ફરતા સર્વે ગ્રામજનોએ ભેગા મળી દેશના ઇન્ડિયન આર્મી જવાનનું વાજતે ગાજતે ઢોલ નગારા ડીજેના તાલે સાથે ત્રિરંગા સાથે બાઈક રેલી યોજી ભવ્ય સ્વાગત કર્યું હતું. માદરે વતન પરત ફરેલા ઇન્ડિયન આર્મી જવાન સાધુ અંકિત કુમાર ભરતભાઇ ને ફુલહાર પહેરાવી તિલક કરી મોઢું મીઠું કર્યા બાદ રાપરીયા હનુમાનજી મંદિર દર્શન કરી મહેસાણા હાઇવે રાધનપુરથી મસાલી ગામ સુધી ડી.જે ના તાલે દેશભક્તિના સુર સાથે હાથમાં ત્રિરંગા સાથે યુવાનોએ રેલી યોજી શોભાયાત્રા કાઢી સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયુ હતું.માઁ ભારતીની સેવામાં જોડાયેલ વીર જવાન અંકિત કુમારનું સમસ્ત ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી શોભાયાત્રા કાઢી જવાનને આશીર્વાદ આપ્યા હતા. અને પરિવારજનોએ સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.




