ભરણપોષણ અને માનસિક દુઃખ ત્રાસ અંગેની પત્નીની અરજી રદ કરતી બાબરા કોર્ટ
*પતિ તર્ફે યુવા એડવોકેટ ભાવેશ બી. રાઠોડ રોકાયા હતા
આ કેસની હકીકત એવી હતી કે આ કામના અરજદાર ગીતાબેન વા/ઓ રમેશભાઈ કુરજીભાઈ મકવાણા તે ડો /ઓ ઝવેરભાઇ ચૌહાણે ડોમેસ્ટિક વાયલન્સ એકટની કલમ-12,18,19,19(8),20,22,23 મુજબની અરજી સામાવાળા નં.૧ રમેશભાઈ કુરજીભાઈ મકવાણા(પતિ) વિગેરે.૯ વિરુદ્દ બાબરા કોર્ટમાં અરજી કરેલ જેમાં અરજદાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલ કે, આ કામના અરજદારના લગ્ન સામાવાળા નં.૧ સાથે ૨૬ વર્ષ પહેલાં તેઓના જ્ઞાતિના રીત- રિવાજ મુજબ રાજકોટ મુકામે થયેલા અને લગ્ન બાદ અરજદાર તેઓની સાસરીયામાં પીયરપક્ષ તરફથી આપવામાં આવેલ સોના – ચાંદી અને દરદાગીનાનો કરિયાવરનો સામાન લઈને અરજદાર તેઓના પતિ સાથે સંયુક્ત કુટુંબમાં રહેવા ગયેલ અને અરજદારને લગ્નજીવનથી એક સંતાન દીકરા હેગીરનો જન્મ થયેલ જે હાલ અરજદાર પાસે છે.વધુમાં, લગ્ન બાદ અરજદારને થોડા સમય સારી રીતે રાખેલા ત્યારબાદ અરજદારના નણંદ સામાવાળા નં.૧ ની કાનભંભેરણી કરી અરજદારને કરિયાવર ઓછો લાવવા બાબતે તથા ઘરના કામકાજ બાબતે મેણાંટોણાં મારી માનસિક અને શારીરિક દુઃખત્રાસ આપતા અને જેવી સામાવાળા નં.૧ અરજદારને મારકૂટ કરતા અને અરજદારને જરૂરિયાત મુજબના પૈસા આપતા નહિ અને અરજદારને તેના માતા-પિતા પાસેથી પૈસા લઈ આવવાનું જણાવતા તથા અરજદારના ઘરેણાં પણ સામાવાળા નં.૧ નાએ લઈ લીધેલ અને અરજદારને પ્રસંગોપાત પહેરવા આપતા નહિ તથા અરજદારના ચારિત્ર બાબતે શંકા કરતા તથા અરજદારના નણંદો અરજદારના પતિને છુટાંછેડા આપી દેવા દબાણ કરતા અને સામાવાળા નં.૧ છુટાંછેડા ન આપે તો પતાવી દેવાની ધમકી આપતા અને આ રીતે અરજદારને શારીરિક અને માનસિક દુઃખત્રાસ સામાવાળાઓ આપતા. વધુમાં, સામાવાળા નં.૧ નાએ અરજદારને માર મારેલ હોય સને ૨૦૧૮ માં અરજદારને ૧૮૧ માં ફોન કરીને પણ જાણ કરેલ હતી. તેમજ સામાવાળાઓએ અરજદારના સાસુ ગુજરી ગયેલ ત્યારે પણ ખોટા આક્ષેપો કરી બાળક સાથે પહેરેલ કપડે કાઢી મુકેલ અને ત્યારબાદ અરજદારે તેમના સગાસંબંધીઓ મારફત સમાધાન કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ સામાવાળાઓએ કોઈપણ જાતનો સહકાર આપેલ નહિ.તેમજ અરજી કર્યાના આઠેક દિવસ પહેલા અરજદાર તથા તેમના પુત્રને બાબરા મુકામે સામાવાળાઓ છોડીને જતા રહેલ અને સમાધાન માટે અનેક વખત પ્રયત્ન કરવા છતાં સામાવાળાઓએ અરજદારોને કોઈ પણ દરકાર લીધેલ નહીં કે સમાધાન કરેલ નહી કે તેડી આવ પ્રયત્ન કરેલ નહીં. તેમજ સામેવાળાઓએ અરજદારોની કોઈ ભરણપોષણની દરકારી લીધેલ નથી અને અરજદારોને અસહાય અવસ્થામાં છોડી દીધેલ છે. તેમજ અરજદારને સામાવાળાઓએ દુઃખત્રાસ આપેલ હોય અને મારી નાખવાની ધમકી આપેલ હોય તે બાબતની ફરિયાદ પણ બાબરા પોલીસ સ્ટેશનમાં આપેલ હતી.
આમ ઉપરોક્ત અરજીના કામે નામદાર કોર્ટે તમામ પુરાવા પરથી માનેલ કે સામાવાળા નં.૧ નાએ અરજદારનો ત્યાગ કરેલ હોય તેવી કોઈ હકિકત અરજદારપક્ષ રેકર્ડ પર લાવી શકેલ નથી કે અન્ય સાસરિયાપક્ષ તરફથી અરજદારને કોઈ ક્રુરતા દાખવ્યાનું જણાતું નથી કે હાલના અરજદાર કોઈ વ્યથિત પક્ષકાર હોવાનું હાલના સામાવાળાઓ દ્વારા અરજદારને કોઈ શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવેલ હોવાનું હકીકતો અરજદારપક્ષ પુરવાર કરતા નથી.આમ,આ કામે સદર કાયદા હેઠલ આપવામાં આવેલ જોગવાઈઓ મુજબ અરજદાર ઘરેલું હિંસાનો ભોગ બનેલ હોવાનું અનુમાન થઈ શકતું નથી કે અરજદારપક્ષે કોઈ એવો કોઈ વિશ્વસનીય પુરાવો આપેલ નથી.જેની હાલના અરજદારે તેઓએ અરજી હેઠળ માંગેલ દાદ મેળવવા હક્કદાર હોવાનું જણાતું ન હોય ઉપરોક્ત ચર્ચા કર્યા મુજબ હાલના કેસની હકિકત તથા સંજોગો ધ્યાને લઈ ન્યાયના વિશાળ હિતમાં અરજદારની અરજી ના-મંજૂર કરતો હુકમ કરવામાં આવે છે.સમાવાળા ન.૧ રમેશભાઈ કુરજીભાઇ મકવાણા(પતિ) તર્ફે યુવા એડવોકેટ ભાવેશ બી. રાઠોડ રોકાયા હતા.
દિપક કનૈયા બાબરા

