Gujarat

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી મોદી હાઇસ્કુલ માં ઓનલાઇન સ્ટેમ ક્વિઝ સ્પર્ધા યોજાઈ*

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી મોદી હાઇસ્કુલ માં ઓનલાઇન સ્ટેમ ક્વિઝ સ્પર્ધા યોજાઈ

ગુજ કોસ્ટ ડી. એસ. ટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને લોક વિજ્ઞાન કેન્દ્ર અને બાલભવન અમરેલીના સંપૂર્ણ સહયોગથી ડાયરેક્ટર શ્રી નિલેશભાઈ પાઠક અને આસિસ્ટન્ટ શ્રી ચેતનભાઇ પાઠકના માર્ગદર્શન નીચે શાળાના ધોરણ 9 થી 12 ના 150 વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી સ્ટેમ ક્વિઝ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી ચેતનભાઇ પાઠકની હાજરીમાં શાળાના વિજ્ઞાન શિક્ષકો શ્રી નીતિનભાઈ સાવજ અને શ્રી હરેશભાઈ ગુજરાતીએ આ પરીક્ષા માટેની વ્યવસ્થા અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપ્યું હતું અને વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ ઉત્સાહભેર ઓનલાઇન સ્ટેમ ક્વિઝમાં ભાગ લીધો હતો. જેમાં સમગ્ર સ્ટાફનો સહયોગ મળ્યો હતો. આ પરીક્ષાના સફળ આયોજન કરવા બદલ શ્રી નૂતન કેળવણી મંડળ ના ટ્રસ્ટીઓ અને શાળા ના આચાર્યશ્રી આશિષભાઈ જોશી એ બધાને અભિનંદન આપ્યા હતા.
એમ રવિભાઈ જોષી ની એક યાદી માં જણાવેલ છે.

IMG-20241207-WA0100.jpg