છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય અને આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવાની સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ, જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર પારુલ વસાવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો નગરજનો અને મોટી સંખ્યામાં આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા સરકારી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ કોલેજ માંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ તબીબી અઘિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહી દર્દીઓને સારવાર અને સેવાઓ આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

