Gujarat

રાજપીપળા ટેકરા ફળિયા માં ભોજન લીધા બાદ કેટલાક લોકો ને ઝાડા, ઉલટી ની ફરિયાદ 

અંકુર ઋષિ નર્મદા : તા. ૮ રાજપીપળા ના ટેકરા ફળિયામાં આજે લગ્ન માં જમણવાર હોય જેમાં સ્થાનિકો અને અન્ય લોકો ભોજન માટે ગયા હતા જે પૈકી કેટલાક લોકો ને ઝાડા, ઉલટી (ડાયરિયા) ની ફરિયાદ ઉઠતા આ તમામ હાલ ડો.નીરવ ગાંધી ના ક્લિનિક પર અને રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
ડો નીરવ ગાંધી જાણ થતાં  હોસ્પિટલ પોહચી ને દર્દી સારવાર શરું કરી હતી  જોકે આ લગ્ન માં ઘણા લોકો એ ભોજન કર્યું હતું એ પૈકી આઠ દસ જેટલા વ્યક્તિઓ ને જ ઝાડ ઉલટી થતા આ લગ્ન ના ભોજન ના કારણે તકલીફ ઉભી થઈ હોવાનું ના કહી શકાય છતાં આરોગ્ય વિભાગ અર્બન ની ટીમો આ માટે ટેકરા ફળિયા ખાતે સરવે માં લાગી ગઈ છે. અને હજુ કેટલા લોકો ડાયેરિયા ના શિકાર બન્યા છે એ માટે પણ તપાસ કરી રહી છે. હાલ દસેક જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે.