Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં આધારકાર્ડની કિટમાં વધારો કરવા કલેકટરને રજુઆત

જિલ્લા ભાજપ પ્રમુખ સહિત રાજકીય આગેવાનોએ પ્રજાની સમસ્યાને નિવારવા કલેકટરને ભલામણ કરી
છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં આધારકાર્ડમાં સુધારા વધારા કરવા તથા નવા આધારકાર્ડ બનાવવા માટે તથા ઇ કે વાઈ સી માટે  પ્રજાની લાઈનો લોક સેવા કેન્દ્રો ઉપર જોવા મળે છે.  જે લાઈનોમાં ઉભા રહેવા પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી સગર્ભા મહિલાઓ , વૃધોને લાઈનોમાં ઉભું રહેવું પડે છે. અને મુશ્કેલી વેઠવી પડે છે.
જેને સમસ્યાને ધ્યાને રાખી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિનેશભાઇ રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવાએ જિલ્લા કલેકટર અનિલ ધમેલીયાને મુલાકાત દરમ્યાન આ બાબતે મૌખિક રજુઆત કરી હતી.  કે જિલ્લામાં આધારકાર્ડની કીટો વધારવામાં આવે તેમજ ગ્રામ્ય કક્ષાએ આધારકાર્ડ સુધારા વધારા બાબતે કેમ્પ કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાની છ તાલુકાની પ્રજા પોતાનું જરૂરી કામ છોડી આધારકાર્ડ માટે લાઈનોમાં ઊભી રહેતી હોય તથા વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ છોડીને પણ આધાર કાર્ડ માટે આવતા હોય છે. પરંતુ તેની કીટ ઓછી હોવાને કારણે વધુ સમય લાગે છે. જે સમય જાહેર જનતા માટે અમૂલ્ય હોય તે સમય અને નાણાનો બંનેનો બગાડ થાય છે. જેને ધ્યાને રાખીને જિલ્લાના આગેવાનો દ્વારા કલેક્ટરને પ્રજાની આ કાયમી સમસ્યાનો અંત લાવવા માટે આધાર કાર્ડ બનાવવા બાબતેની કીટ  તથા ઇ કે.વાય.સી વધારવામાં આવે તેવી રજૂઆત કરી છે.
આ બાબતે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અમે આગેવાનોએ લોકોને પડતી આધારકાર્ડ સુધારા તથા ઇ કે વાય સી માટેની લાઈનોને કારણે તકલીફ પડે છે જેને ધ્યાનમાં રાખીને અમે લોકોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે રજૂઆતના પગલે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શાળાઓમાં પણ આ બાબતે કેમ્પ કરવામાં આવશે અને જિલ્લામાં 10 જેટલી કીટ આધારકાર્ડ અને ઇ કે વાય સી બાબતે વધારવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર