૧૩ વર્ષનો વૈભવ સૂર્યવંશી ટીમને સારી શરૂઆત અપાવી શક્યો ન હતો
અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૪ની ફાઈનલ મેચ ભારત અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ૧૩ વર્ષનો બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ મહત્વપૂર્ણ મેચમાં તે ટીમને સારી શરૂઆત અપાવી શક્યો ન હતો. તેણે છેલ્લી બે મેચમાં ખૂબ જ વિસ્ફોટક બેટિંગ કરી હતી અને અડધી સદી પણ ફટકારી હતી.
જાે કે ફાઈનલ મેચમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો અને માત્ર ૭ બોલમાં તેની ઈનિંગ્સનો અંત આવ્યો હતો. વૈભવ સૂર્યવંશી ટીમને ઝડપી શરૂઆત આપવા માટે જાણીતો છે. તેણે છેલ્લી કેટલીક મેચોમાં આવું જ કંઈક કર્યું હતું. પરંતુ ફાઇનલ મેચમાં ટીમને સારી શરૂઆતની જરૂર હતી ત્યારે વૈભવ સૂર્યવંશી નિષ્ફળ ગયો હતો. વૈભવ બાંગ્લાદેશ સામેની ફાઇનલમાં ૭ બોલમાં માત્ર ૯ રનની ઇનિંગ રમ્યો હતો, આ દરમિયાન વૈભવના બેટમાંથી ૨ ચોગ્ગા જાેવા મળ્યા હતા.
પરંતુ આ પછી તે મરૂફ મૃધાની બોલિંગ પર મોહમ્મદ શિહાબના હાથે કેચ આઉટ થઈ ગયો અને તેની ઈનિંગનો જલ્દી અંત આવ્યો. તમને જણાવી દઈએ કે, વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકા સામેની સેમીફાઈનલ મેચમાં જાેરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૩૬ બોલમાં ૬૭ રનની ઇનિંગ રમી અને ટીમને એકતરફી જીત અપાવી. આ ઇનિંગમાં તેના બેટમાંથી ૬ ફોર અને ૫ સિક્સ જાેવા મળી હતી. આ પહેલા યુએઈની ટીમ સામે પણ વૈભવ સૂર્યવંશીએ ૪૬ બોલમાં અણનમ ૭૬ રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે ૩ ફોર અને ૬ સિક્સ પણ ફટકારી હતી.
તેણે આ બંને અડધી સદી ૧૫૦થી વધુના સ્ટ્રાઈક રેટથી ફટકારી હતી. પરંતુ બાંગ્લાદેશ સામે તેનું બેટ શાંત રહ્યું. વૈભવ સૂર્યવંશી પણ આ વખતેIPLન્માં જાેવા મળવાનો છે. તાજેતરમાં યોજાયેલી મેગા ઓક્શનમાં વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે ૧.૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વૈભવ સૂર્યવંશી પણ IPL સૌથી વૃદ્ધ કરોડપતિ છે. તેI PL હરાજીમાં પ્રવેશનાર સૌથી યુવા ખેલાડી પણ હતો.

