Entertainment

જાે હા ના પાડી હોત તો એક ર્નિણયે સૈફ અલી ખાનની કારકિર્દી બરબાદ કરી દીધી હોત

પહેલા મને એવું લાગ્યું, પછી મેં હા પાડી કે તરત જ મારું નસીબ ચમકી ગયું.

સૈફ અલી ખાનની ગણતરી આજે ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સમાં થાય છે. તેણે પોતાના અભિનય અને સશક્ત પાત્રોથી ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે. સૈફ અલી ખાને ૧૯૯૩માં ફિલ્મ ‘પરંપરા’થી ડેબ્યૂ કર્યું હતું. જાે કે, આ ફિલ્મ ખાસ કમાલ ન કરી શકી. પરંતુ આ પછી પણ તે કેટલીક ફિલ્મોમાં જાેવા મળ્યો જે ફ્લોપ રહી. ત્યારબાદ વર્ષ ૨૦૦૧માં ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ આવી. આ ફિલ્મે સૈફ અલી ખાનને સ્ટાર બનાવી દીધો. સૈફ અલી ખાનની કારકિર્દીમાં આ એક માઈલસ્ટોન માનવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે આ પહેલા સૈફે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. પછી આવું થયું. ઈન્ડસ્ટ્રીમાં જ્યારે પણ મિત્રતાનું નામ લેવામાં આવે છે ત્યારે ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ ચોક્કસ યાદ આવે છે. ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત ‘દિલ ચાહતા હૈ’માં આમિર ખાન, સૈફ અલી ખાન અને અક્ષય ખન્ના જાેવા મળ્યા હતા. આટલા વર્ષો પછી પણ દર્શકો આ ફિલ્મને ખૂબ પસંદ કરે છે. સૈફ અલી ખાન શરૂઆતમાં આ ફિલ્મમાં સમીરની ભૂમિકા ભજવવા તૈયાર નહોતો, પરંતુ પછી તે રાજી થઈ ગયો અને ફિલ્મ સુપરહિટ રહી.

૨૦૦૧માં પત્રકાર નિલોફર કુરેશી સાથેની વાતચીતમાં સૈફ અલી ખાને પોતે આ રોલને નકારી કાઢ્યો હતો, બાદમાં ડિમ્પલ કાપડિયા અને જાવેદ અખ્તરના આશ્વાસન બાદ તેણે પોતાનો ર્નિણય બદલ્યો હતો અને ફિલ્મ સુપરહિટ બની હતી. સૈફે કહ્યું, “મને સમજાયું કે રોલની લંબાઈ મહત્વની નથી. મેં તેને રેસ્ટોરન્ટ અને કારના બે સીન માટે સાઈન કરી હતી. કારણ કે હું જાણતો હતો કે સમીર ભૂલશે નહિ.

મેં આ માટે ખૂબ જ મહેનત કરી હતી, તેથી મને સારા પ્રતિસાદની અપેક્ષા હતી. પરંતુ મને ખબર નહોતી કે તે આટલું શક્તિશાળી હશે.” બાદમાં, ફયે ડિસોઝા સાથેની વાતચીતમાં, ‘દિલ ચાહતા હૈ’ના નિર્દેશક ફરહાન અખ્તરે ફિલ્મના કાસ્ટિંગ વિશે વધુ એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. તેણે ખુલાસો કર્યો કે શરૂઆતમાં અક્ષય ખન્ના આમિર ખાનનું પાત્ર આકાશ ભજવવા માંગતો હતો. જાે કે, બાદમાં અક્ષય ખન્નાએ તે પાત્ર છોડીને સિદ્ધાર્થની ભૂમિકા ભજવવી પડી હતી, કારણ કે આમિર ખાને ગંભીર પાત્ર ભજવવાની ના પાડી હતી.

ફરહાન અખ્તરે ‘દિલ ચાહતા હૈ’ દ્વારા દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, આમિર ખાન અને અક્ષય ખન્ના ઉપરાંત પ્રીતિ ઝિન્ટા, ડિમ્પલ કાપડિયા અને સોનાલી કુલકર્ણી પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ ફરહાન અખ્તરે પોતે લખી હતી.