Gujarat

રાજકોટ મહિલા બંદીવનો માટે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ખાસ અધિકારો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

રાજકોટ મહિલા બંદીવનો માટે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ખાસ અધિકારો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

રાજકોટ શહેર તા.૧૧/૧૨/૨૦૨૪ ના રોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૨૫ નવેમ્બરથી તા.૧૦ ડિસેમ્બર સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાની નાબૂદીના અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન સ્કીમ અન્વયે મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે મહિલા બંદીવનો માટે ‘ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ અને ખાસ અધિકારો’ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને તેમના હક અને અધિકારો અંગે જાણકારી પૂરી પાડીને હિંસાથી મુક્ત અને સશક્ત જીવન જીવવા પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમમાં વરિષ્ઠ વકીલ દ્વારા મહિલાઓના અધિકારો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ મહિલા બંદીવાનો સાથે પ્રશ્નોતરી કરીને તેમની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરી અને મધ્યસ્થ જેલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.