Gujarat

અમરેલી જિલ્લામાં હવે મોટાભાગના ધરતીપુત્રો  પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

અમરેલી જિલ્લામાં મોટાભાગના ધરતીપુત્રો હવે પ્રાકૃતિક ખેતી કરતાં થયા છે અને પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી કરે છે જેથી નફાકારક ખેતી થાય છે ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે તો જેની સાથે જ પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી હોવાથી ઉત્પાદિત થયેલ જણસના ભાવ જાહેર માર્કેટ કરતાં વધુ સારા મળી રહે છે
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામના ખેડૂત જયસુખભાઈ  ૬ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને હાલ રીંગણા, ભીંડો, ગુવાર, ટમેટાનો જાહેર માર્કેટ કરતાં આઠ  ગણો વધુ ભાવ મેળવી રહ્યા છે   અમરેલી જિલ્લાનું લીલીયા પંથકનું ખારાપાટનું ગણાતું આંબા ગામે ગામના પ્રગતિશીલ ખેડૂત જયસુખભાઈ માંડણી પોતે ગાયના ગૌમૂત્રમાંથી જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત ૧૦ પરણી, અર્ક બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર અને અગ્નિહોસ્ત્ર દ્વારા ગાય આધારિત ખેતી કરે છે જેથી પોતાને આ ખેતીમાં ખૂબ જ સફળતા મળી રહી છે. પોતે ત્રણ  ગીર ગાય પણ રાખે છે અને ગાયનું દૂધ છાણ ગૌમુત્ર અને છાશનો ઉપયોગ ખેતીમાં કરે છે.
પ્રારંભ કાળે પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ લાગતી  પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખૂબ જ સરળ ખેતી છે અને ઉત્પાદન પણ સારું મળી રહે છે હાલ શાકભાજીનું વાવેતર કરવામાં આવેલું છે. આમ પણ શાકભાજી એ જીવન જરૂરિયાતની ખૂબ જ આવશ્યક સામગ્રી ગણાય. શાકભાજીમાં ભીંડો, મરચા, ટમેટા, કોબી અને રીંગણાનું વાવેતર કરવામાં આવેલું છે અને હાલ ઉત્પાદન ચાલુ છે તમામ શાકભાજી અમરેલી, લીલીયામાં મોકલવામાં આવે છે અને સારા ભાવ મળી રહે છે ૮૦ રૂપિયા રીંગણા, ભીંડોનો હાલ ભાવ પોતાને મળી રહે છે અને ચાલુ વર્ષે અંદાજિત ૫ થી ૬ લાખ રૂપિયાનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતીમાંથી મળી રહે છે ત્યારે પ્રાકૃતિક ખેતીના શાકભાજી લેવા છેક અમરેલીથી આંબા સુધી આવે છે
  
આંબા ગામમાં આવેલ જયસુખભાઈ માંડાણીના ખેતીવાડીમાં ઉત્પાદન થતાં શાકભાજીની ખરીદી કરવા અમરેલીથી લોકો આવે છે  અમરેલી અને આંબા વચ્ચે આશરે બાર કિલોમીટરનું અંતર છે પરંતુ સજીવ ખેતી હોવાથી ખરીદી કરવા આવે છે જેથી આરોગ્ય સારું રહે અને શારીરિક રોગોમાંથી મુક્તિ મળે જેથી  આઠ ગણો ભાવ આપીને પણ આરોગ્યની દ્રષ્ટિએ શાકભાજી વધુ ગુણકારી અને ફાયદાકારક હોવાનું અમરેલીના શિક્ષક યોગેશ પરમારે જણાવ્યું હતું ત્યારે પ્રાકૃતિક ખેતી થકી શાકભાજીમાં જમીનને ગાયના ગૌમૂત્રમાંથી જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત ૧૦ પરણી, અર્ક બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર અને અગ્નિહોસ્ત્ર દ્વારા ગાય આધારિત ખેતી જયસુખ માંડાણી ખારાપાટના આંબામાં કરી રહ્યા છે જયસુખભાઇ દ્વારા પોતાના ખેતીવાડીના શેઢાપાડા ઉપર બાગાયતી પાકનું વાવેતર પણ કરવામાં આવ્યું છે જે આગામી બે વર્ષમાં જેનું પણ ઉત્પાદન મળી રહેશે તો સાથે જ પાંચ વીઘા જમીન છે
જેમાં પ્રાકૃતિક ખેતી કરે હાલ પાંચ વીઘામાં કરે છે. ૨૦૧૮ થી પ્રાકૃતિક ખેતી કરવવાની શરૂઆત કરવામાં આવી હતી  શરૂઆતના સમય થોડું ઉત્પાદન ઓછું આવતું હતું પરંતુ હાલ સારું ઉત્પાદન મળી રહે છે તેમજ ઉત્પાદિત વસ્તુઓના બજાર માર્કેટ કરતા વધુ સારા ભાવ મળે છે. અને દરેક લોકો વાડીએ આવી ખરીદી કરે છે સાથે જ સુરત અને અમદાવાદના લોકો પણ ઓર્ડર આપે છે એ મુજબ મોકલવામાં આવે છે
માર્કેટમાં ૧૦ રૂપિયાના કિલો રીંગણા, ભીંડો, ગુવાર મળી રહે છે પરંતુ પ્રાકૃતિક અને ગાય આધારિત ઓર્ગેનિક ખેતી હોવાથી પોતે ખેડૂત જયસુખભાઈના ખેતરે થી ૮૦ રૂપિયાનો એક કિલો શાકભાજીની ખરીદી કરવા માટે આવે છે અને  રીંગણા, કોબી, ભીંડો અને મરચાની ખરીદી કરે છે અને ગાય આધારિત ખેતી હોવાથી સ્વાદમાં ખૂબ જ તફાવત જોવા મળે છે જેથી મોટાભાગના લોકો હવે જયસુખભાઈના વાડીએ પ્રાકૃતિક શાકભાજીની ખરીદીનો આગ્રહ રાખે છે
બિપીન પાંધી સાવરકુંડલા