જામકંડોરણા તાલુકાના સનાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારે ઝેરી દવા પી લેતા બે સંતાન ને એક માતાનું મૃત્યુ.
વર્તમાન સમયમાં માણસ સહનશક્તિ રહી નથી. તેવી ઘટના જામકંડોરણા ના સનાળા ગામે સામે આવી છે. શું ઘટના હશે? કેટલો ક્રોધ મગજ પર હાવી થયો હશે? કે બે માસુમ ફુલ જેવા બાળકને તેની સગી જનેતાએ દવા પીવડાવીને હંમેશા ના માટે સુવડાવી દીધા અને પોતે પણ દવા ગટગટાવી ને અંનત વાટ પકડી લીધી કમકમાટીભર્યુ મોત થી જામકંડોરણા પંથકમાં ભારે ચિત્કાર ભરેલી લાગણી ફેલાઇ ગઇ હતી
આ અંગે ની પોલીસ સ્ટેશનમાં થી મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના સનાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા મજુરી કામ કરતા મૂળ દાહોદ તાલુકાના ધાનપુર મૂળ કાટુ ગામના રહેવાસી મજૂરી કામ અર્થે સનાળા ગામે પરિવાર સાથે રહેતા હતા તેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત ઘર કંકાસના કારણે તેઓએ પોતાના બંને સંતાનોને પહેલા ઝેરી દવા પીવડાવી બાદમાં તેઓએ ઝેરી દવા પી લેતા ત્રણેયના ઘટના સ્થળે જ મૃત્યુ પામેલ અન્ય પરિવારના સભ્યો કામ પરથી સાંજે ઘરે પરત આવતા દરવાજો ના ખુલતા આજુબાજુમાં રહેતા અન્ય મજૂરને બોલાવી દરવાજો તોડીને જોયું તો ત્રણેય એક સાથે મૃત્યુ પામેલ હતા મૃતક સીનાબેન ઈશ્વરભાઈ ઉંમર વર્ષ 36 દીકરી કાજલબેન ઈશ્વરભાઈ ઉંમર વર્ષ છ દીકરો આયુષ ઈશ્વરભાઈ ઉંમર વર્ષ પાંચ ત્રણેયની ડેડબોડી જામકંડોરણા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવેલ હતી વધુ તપાસ જામકંડોરણા પોલીસ કરી રહી છે.
અહેવાલ. અતુલ લશ્કરી જામકંડોરણા