Gujarat

“એટ રિસ્ક”વાળા દેશમાંથી આવેલ લોકોએ ભારતમાં ફરજીયાત ૭ દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે, RTPCRરીપોર્ટ નેગેટિવ આવશે તો જ બહાર નીકળી શકશ

અમદાવાદ
કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ના સાઉથ આફ્રિકા સહિત કેટલાંક દેશોમાં કેસોના પગલે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ૧ ડિસેમ્બરથી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. વિદેશોથી અમદાવાદ આવતા મુસાફરોના એરપોર્ટ પર આવતા પ્રવાસીઓના ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે મોડી રાતે લંડનથી ફલાઈટમાં આવેલી યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં તેની સાથેના તમામ ૨૨૦થી વધુ મુસાફરોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ મુસાફરોના ટેસ્ટ કર્યા બાદ તેઓ નેગેટિવ આવતા ઘરે જવા દેવામાં આવ્યા છે અને ૭ દિવસ માટે હોમ કવોરન્ટાઇન રહેવા જણાવવામાં આવ્યું છે. ૭ દિવસ બાદ કોરોનાનો ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરાવવાનો રહેશે. જેનો રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલવાનો રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે લંડનથી આવેલી એક યુવતીનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં બાદ આ જ ફ્લાઈટના અન્ય મુસાફરોના કરવામાં આવેલા ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટમાં નેગેટિવ આવતાં કેન્દ્રના આરોગ્ય વિભાગની ગાઈડલાઈન પ્રમાણે નેગેટિવ આવેલા તમામ મુસાફરોએ સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. તે પછી તેમનો ફરીએક વાર ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરવવાનો રહેશે અને તેની જાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છસ્ઝ્રના આરોગ્ય વિભાગ દ્વારા ૧ ડિસેમ્બરથી ૩ ડિસેમ્બર દરમિયાન કુલ ૨૨૦ વિદેશી પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે તમામ ટેસ્ટ “નેગેટિવ’ આવ્યા છે. ૧ ડિસેમ્બરે હાઈ રિસ્ક દેશોમાંથી ૫૦, ૨ ડિસેમ્બરે ૪૨ અને ૩ ડિસેમ્બરે ૭૨ પ્રવાસીઓ આવ્યા હતા. હાઈ રિસ્ક વગરના દેશોમાંથી ૧ ડિસેમ્બરે ૨૦, ૨ ડિસેમ્બરે ૧૪ અને ૩ ડિસેમ્બરે ૨૨ મુસાફરો આવ્યા હતા. આ તમામ વિદેશ યાત્રીઓના ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ઓમિક્રોનના પગલે ‘હાઈ રિસ્ક’ કેટેગરીના દેશો અને હાઈ રિસ્ક સિવાયના દેશોની કેટેગરી નક્કી કરાઈ છે.આ દેશોમાંથી આવતા પ્રવાસીઓના એરપોર્ટ પર જ ૨૭૦૦ના ખર્ચે ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરાવીને ૪ કલાકમાં તેનો રીપોર્ટ નેગેટિવ’ આવ્યા પછી જવા દેવામાં આવશે.
કોરોનાને લઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાંથી ભારત આવતા પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેને લઇને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ તકેદારીના ભાગરૂપે કેટલીક વ્યવસ્થા કરવામાં આવી છે. ઓમિક્રોન નામના વેરીયન્ટને લઈ એરપોર્ટ પર અલગથી ૧૨ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ટેસ્ટિંગ માટે સુવિધા પણ વધારવામાં આવી છે. નવી ગાઈડલાઈન પ્રમાણે વિદેશથી આવતા પ્રવાસીઓએ એર સુવિધા ઓનલાઈન પોર્ટલ ઉપર પાછલા ૧૪ દિવસના પ્રવાસની વિગતો અંગે સેલ્ફ ડેકલેરેશન કરવાનું રહેશે. તેમના પાસપોર્ટની નકલ, કોવિડનો ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટનો લેટેસ્ટ કોવિડ નેગેટીવ રિપોર્ટ બતાવવાનો રહેશે.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૨ દેશ, જેમાં આફ્રિકા અને યુરોપ દેશોનો સમાવેશ થાય છે, ત્યાંથી આવનારા પ્રવાસીઓ માટે અલગથી બેઠક વધારાના કાઉન્ટર અને રજીસ્ટ્રેશનમાં સેમ્પલીંગ માટેના બુથ ઉભા કરવામાં આવ્યા છે. ૬ રજીસ્ટ્રેશન કાઉન્ટર અને ૫ સેમ્પલીંગ કલેક્શન બુથ પર ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટનો /ઝડપી ઁઝ્રઇ ટેસ્ટની સુવિધા માટે બે લેબોરેટરીઝની વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત ૯૬ રેપીડ ઁઝ્રઇ ટેસ્ટ મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ટેસ્ટીંગ પહેલાં ફોર્મ ભરવા વિવિધ સ્થળોએ ઊઇ કોડ મુકાયા છે. પ્રવાસીઓ વિગત અગાઉથી ભરી શકે તે માટે પેમેન્ટના વિકલ્પ સાથેની ફ્રી રજીસ્ટ્રેશન લીંક એક્ટિવેટ કરવામાં આવશે

delhi-airport-omicron-gum.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *