Gujarat

શિવ ભક્ત નથુભાઇ સોલંકી પરીવારે અનોખી રીતે લગ્નોત્સવ નું આયોજન કરેલ, પુત્રોના પરીણય પ્રસંગે સોમનાથ મહાદેવની વિશેષ પૂજાઓ સાથે ઓનલાઇન આશિર્વાદ મેળવી નવદંપત્તીઓએ પ્રભુતામાં પગલા પાડ્યાં

સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
          શ્રી સોમનાથ મંદિરના દાતાશ્રી નથુભાઇ સોલંકી પરીવાર પરમ શિવ ભક્ત પરીવાર છે, શુભ પ્રસંગે અથવા તો પરીચીતમાં પણ કોઇ મુશ્કેલીમાં આવેતો તેમના નામે અવશ્ય સોમનાથ મંદિર ખાતે પુજા મંત્રજાપ વિગેરે નોંધાવતા હોય છે.
          તેઓના પરીવારમાં પુત્ર ચેતન અને શૈલેષ ના લગ્ન પ્રસંગે સોમનાથ મંદિરમાં પણ મહારૂદ્ર પાઠ-શિવપુરાણ પાઠ-ધ્વજાપૂજા-મહાપુજા-અન્નકુટ-સવાલક્ષ મહામૃત્યુંજય મંત્રજાપ-શૃંગાર પુજા-રાજભોગ-દિપમાલા-લઘુરુદ્ર-માર્કન્ડેય પુજા-પંચોપચાર પુજા-આવર્તન-બિલ્વપુજા સહિતની 35 જેટલી તમામ મંત્રજાપ –પુજાઓ કરાવેલ હતી. પ્રસંગ દરમ્યાન દરરોજ સોમનાથ મહાદેવને વિશીષ્ટ શૃંગાર સહિતના આયોજન કરવામાં આવેલ, તેમજ ડિઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી જીવનનો શુભારંભ કરી રહેલ નવદંપત્તીને સોમનાથ મહાદેવના આશિર્વાદ પૂજારીશ્રીઓ દ્વારા લગ્ન સ્થળે અપાવી અનોખા લગ્ન કર્યા હતા, સાથે ડિઝીટલ યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી શિવભક્તીનું સોલંકી પરીવારે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ હતું.

IMG-20211205-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *