Gujarat

વેરાવળ શહેરમાં કોમ્યુનિટી હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

 વેરાવળ શહેરમાં નગરપાલિકા  દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે શહેરી પ્રજા માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો બોહળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. રાજ્ય સરકારના જૂદા-જુદા ૧૩ વિભાગોની ૫૬ જેટલી સેવા છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરાયો છે. જેના હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં ૬૦ જેટલા સેવાસેતુ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમનું જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર દ્વારા દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી રાજ્ય સરકારના ૧૩ વિભાગોની ૫૬ જેટલી સેવાઓ લોકોને એક જ સ્થળે પુરી પાડવામાં આવી હતી. ત્યારે આ સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ સેવાઓ માટે મળેલી તમામ ૧૩૬૩ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો

આ તકે સંબોધન કરતા જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમારે જણાવ્યું હતું કે સરકારશ્રીની અગણિત સેવાઓ છેવાડાના માનવીના વિકાસ માટે ચાલી રહી છે. જેનો લાભ લઈને લોકોના જીવનધોરણ સુધર્યા છે. પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસપથ પર અગ્રેસર રહ્યું છે.

નગરપાલિકા પ્રમુખ શ્રી પીયૂષભાઈ ફોફંડીએ જણાવ્યું કે, સેવાસેતુ એ સરકારશ્રીનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જે સરકારશ્રીની અનેક યોજનોને  શહેરના તમામ વિસ્તારો અને લોકો સુધી જોડનારી કળી બન્યો છે. લોકોને પોતાના આંગણે જઈને સેવાઓ આપનારી આ સરકારે સાચા અર્થમાં સુશાનના અર્થને ચરિતાર્થ કરે છે.

આ તકે વેરાવળ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી કપિલભાઈ મેહતા, ભાજપ અગ્રણી શ્રી ભરતભાઇ ચોલેરા, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી દેવીબેન ગોહેલ, તેમજ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા

VERAVAL-SEVASETU-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *