રાજ્ય સરકાર એક બાજુ બે વર્ષના સુશાસન દિવસની ઉજવણી કરે છે. પરંતુ આદિવાસી વિસ્તારની અંદર જે પાયાની સુવિધાઓ પહોંચવી જોઇએ તે અત્યાર સુધી પહોંચી નથી. અને હજુ પણ આદિવાસી વિસ્તારના કેટલાક ગામો પાયાની સુવિધાઓથી વંચિત છે.
એવી જ વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લા મથકને અડીને આવેલા સીમલ ફળિયા ગામની અહીંયા સિંમલ ફળિયા સહિત આઠથી 10 ગામોના લોકો એક સાથે મળીને ઓરસંગ નદીના પટમાં ગ્રામજનોના સ્વહ ફાળાથી રસ્તો બનાવી રહ્યા છે.
છોટાઉદેપુર જીલ્લા મથકને અડીને આવેલા સીમલ ફળિયા સહિત 10 થી 15 ગામોના લોકો છેલ્લા 25 વર્ષથી ઓરસંગ નદીના પટમાં બ્રીજ ન હોવાને લઈને મુશ્કેલી વેઠી રહ્યા છે. ઓરસંગ નદીના પટમાં બ્રિજ ન હોવાને લઈને લોકોને 15 થી 20 કિલોમીટરનો ફેરો લગાવીને છોટાઉદેપુર પહોંચવું પડે છે. સિમલ ફળિયા સહિત આસપાસના ગામોના લોકો વિઘાર્થીઓ અને મજૂરી કરતા લોકોને બ્રિજ ન હોવાને લઇને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અને લોકો પાણીની અંદર ચાલીને રસ્તો પાર કરે છે.
ત્યારે મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જીલ્લા મથકને અડીને આવેલા સિમલ ફળિયા ગામની આવી પરિસ્થિતિ હોય તો બીજા ગામડાઓની શું વાત કરવી? તેવા અનેક સવાલો થઈ રહ્યા છે. લોકો અને અહીંયાના સ્થાનિક સરપંચો અને આગેવાનો વર્ષોથી તેઓ બ્રિજ બનનાવા માટે સ્થાનિક નેતાઓ તેમજ રાજ્ય સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા બ્રિજ ન બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સિમલ ફળિયા, પાદરવાંટ, ઘંઘોડા સહિત આસપાસના ગામના લોકો એક સાથે મળીને ટ્રેક્ટરો અને હાથમાં પાવડા લય અને પથ્થરો માટી નાખીને રસ્તાની કામગીરી કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ગ્રામજનો રસ્તો બનવાની કામગીરી કરી રહ્યા છે. વિસ્તારના લોકો સરકાર કે તંત્રની મદદ વિના જાતે પાંચ થી છ લાખ રૂપિયાનો ખર્ચ કરી રસ્તો બનાવી રહ્યા છે.
ત્યારે આજે ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. અને પુલ બનાવો પુલ બનાવોના સૂત્રોચાર કર્યા હતા. છેલ્લા 20 વર્ષથી લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે એક બાજુ સરકાર બે વર્ષના સુશાસનની ઉજવણી કરી રહી છે પરંતુ આદિવાસી વિસ્તારની અંદર જે પાયાની સુવિધાઓ પહોંચવી છે. તે અત્યાર સુધી પહોંચી નથી તેનો આ ઉત્તમ નમૂનો છે. ત્યારે સ્થાનિક નેતાઓ અધિકારીઓ અને રાજ્ય સરકાર આ બાબતે ગંભીર નોંધ લઈને વહેલી તકે બ્રિજને મંજૂર કરે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

