Gujarat

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી, જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા દસ દિવસમાં 9 ટ્રકો અને 9 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા છે

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે છેલ્લા દસ દિવસમાં મીઠીબોર,નસવાડી રોડ, સંખેડા  છોટાઉદેપુર ખાતેથી 9 ટ્રકો,
તેમજ વાઘવા, લોઢણ, રણભૂણ,ચાચક , કોટાલી છોટાઉદેપુર વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા 9 ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 2 કરોડ 50 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે.અને વઘુ તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર