Gujarat

વિરમગામની 9 લાખની ચોરીમાં 2 આરોપી મુદામાલ સહિત પકડાયા

વિરમગામ તાલુકા સેવાસદન ખાતે 10 ડિસેમ્બરે ગાડીમાંથી નવ લાખ રોકડાની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા 2 આરોપીઓને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી ચોરીમાં ગયેલા 9 લાખ સહિત ગુનામાં વપરાયેલું બાઈક રિકવર કરી કાયદેસર કાર્યવાહી ક રાઈ છે.

વિરમગામમાં ભેમાભાઈ ભીખાભાઈ ભરવાડ (રહે. વરખડિયા,તા.કડી) તેમના ભત્રીજા ની ઇક્કો ગાડીમાં 10 ડિસેમ્બર બપોરે વિરમગામ તાલુકા સેવા સદન ખાતે જમીન ખરીદ કરવા અને બહાના ખર્ચના રૂપિયા 9 લાખ રોકડ અને ચેકબુક લઈને આવ્યા હતા ત્યારે કાપડની થેલીમાં રહેલ રૂપિયા ગાડીમાં જ મૂકીને રજીસ્ટર ઓફિસે ગયા હતા જે દરમિયાન કોઈ ચોર ઈસમ પાછળનો દરવાજો ખોલી ચોરી ગયા હતા.

આ બાબતે ઇ.નાયબ પોલીસ અધિક્ષક ડો. રોશની સોલંકીએ જરૂરી માર્ગદર્શન આપી વિરમગામ ટાઉન પીઆઇ કે. એસ. દવેને ચોરી કરનાર ઇસમો ને શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપતા જે અંતર્ગત પી.એસ.આઇ. એમ. ડી. જયસ્વાલ, , રોહિતભાઈ માધુભાઈ, મુકેશભાઈ જયરામજી ,જયેન્દ્રસિંહ ભુરાભાઈ,વગેરેની ટીમો બનાવી વિવિધ જગ્યાના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ ઈસમ બાઈક ઉપર જતો જોવા મળેલો આ શંકાસ્પદ ઈસમ ખોરજનો દશરથભાઈ ઉર્ફે ભલી ફૂલાભાઇ ઠાકોર છે

જેને ઝડપી પાડી આગવી પૂછપરછ કરતા સેવાસદન કમ્પાઉન્ડમાં પાર્ક ગાડીમાંથી ₹9 લાખ તેનો મિત્ર મહેશ ઉર્ફે ભુરો રવજીભાઈ ઠાકોર (રહે. કલ્યાણપુરા તા.કડી, મૂળ રહેવાસી ખોરજ ગામ) સાથે મળી ચોરીની કબુલાત કરતા મહેશ ઉર્ફે ભુરાને પણ મુદામાલ સાથે ઝડપી લેવાયો હતો.