Gujarat

ધૂળ ઢેફા ને પાણાં હોય ભીંતે-ભીંતે છાણાં હોય ટાણાં એવા ગાણાં હોય મઁદિર માં વાગતી ઝાલારું હોય મીઠાં પતાશા હોય

ગામડું લેખિકા Mansi Desai Shastri

ધૂળ ઢેફા ને પાણાં હોય
ભીંતે-ભીંતે છાણાં હોય
ટાણાં એવા ગાણાં હોય
મઁદિર માં વાગતી ઝાલારું હોય
મીઠાં પતાશા હોય
મળવા જેવા માણાં હોય
ઉકરડાં ને ઓટા હોય
બળદીયાના જોટા હોય
પડકારા હાકોટા હોય
માણસ મનનાં મોટા હોય માથે દેશી નળીયા હોય
દીકરીયું ના પિતા ને માથે લીલી પાઘ હોય
નાનકડી લક્ષમી ના માગે જંજર હોય
વિઘા એકનાં ફળીયા હોય
બધા હૈયાબળીયા હોય કાયમ મોજે દરીયા હોય
રાત્રી એ સાહિત્ય નો ડાયરો હોય
સામૈયા ફુલેકા હોય તાલ એવા ઠેકા હોય
શાખી ભજન હાલરડાં ના રાગ હોય
મોભને ભલે ટેકા હોય દિલના ડેકા-ડેકા હોય
આંગણીયે તુલસી માં હોય એમની સામે ધીનો દીવો ઉજવતો હોય ગાય,ગોબર ને ગારો હોય આંગણ રંગોળી નો પ્રકાશ હોય
ધરમનાં કાટે ધારો હોય
સૌનો વહેવાર સારો હોય
ભાંભરડા ભણકારા હોય
માના પ્રભાતિયાં હોય
ડણકું ને ડચકારા હોય ખોંખારા ખમકારા હોય ગામડાં શહેર કરતા સારા હોયઃ
ભાત વાળુમાં બાજરીના રોટલા હોય,
ભૂખ ની પીડા હોય
મોહન થાળ પકવાન રૂપે હોય
ખૂણા વચ્ચે લાકડાના ખાટલા હોય, ડેલીની બા’ર મોટા ઓટલા હોય, ઘેર ઘેર લાંબા ચોટલા હોય,
હાથો માં શગુન નો લાલ અલતો હોય
ભેગા બેસી સૌ ભોજન ખાતા હોય, ડબલા લઈ ઘણાંએ જાતા હોય, ખાલી સાદ પાડે કામ થા’તા
વિદાય વેળા એ પીપળે આંસુના તંતણા બઁધતા હોય
વિદાય ઘડીયે ભીતે કકું ના થાપા હોય
ઘર માં વહુ ણા પગે પાયલનો જનકર હોય
, કુંડીમાં છોકરાવ ના’તા હોય, ભાગોળે ભાંભરતા ઢોર હોય,
સવારે ઘંટી દઈણા નો અવાજ અને માની કાચની બનગડી નો રણકાર હોય
છીંડા બહાર ચોર હોય, આંબા ડાળે કોયલ મોર હોય, કોલાહોલ ચારેકોર હોય, પસ્તા અને મકાનો ભલે કાચા હોય, પણ માણસો બધાય સાચા હોય,
એક લગ્ન માં આખુ ગામ હોય
મૂંગા જીવમાંયે વાચા હોય, એક શેરીમાં કેટલાયે ખાચા હોય, ઘરમાં ચકલીના માળા હોય, નેવે કરોળિયાના ઝાળા હોય, પાંસઠે પુગે તો’યે વાળ કાળા હોય, ઝાંપે નો કોઈ’દી તાળા હોય, પાઘડવાયા પેલા સૌ ઉઠતા હોય, ચોરે ઘંટ નગારા વાગતા હોય, બળદ લઈ કૃષક ભાગતા હોય, ‘દી આથમે તો નો થાકતા હોય, નદીયુના પાણી પીતા હોય, શત શત આયુ જીવતા હોય, છાશને રોટલો ખાતા હોય, તો’યે ગીત ખુશીના ગાતા હોય,
ગામડા માં વિરલા ને હીરલા હોય
ઓછા માં ઘણું જીવતા માનવી હોય

9426555756

IMG-20241216-WA0003.jpg